મોરબી દુર્ઘટના: મચ્છુ નદી ફરી પુરવાર થઈ મોતની નદી, મૃત્યુઆંક 91એ પહોંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: આજે મચ્છુ નદી ફરી એક વાર મોતની નદી પુરવાર થઈ છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ઝૂલતો પૂલ તૂટતા હાહાકાર મચ્યો છે. 5 દિવસ પહેલા જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં 90 થી વધુ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. જ્યારે આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે. મૃતદેહ શોધવા માટે મચ્છુ નદી ખાલી કરવામાં અંગે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી ગોઝારી દુર્ઘટનાનો મૃત્યુ આંક 91 પર પહોંચ્યો છે.

5 દિવસ પહેલા જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં 90 થી વધુ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. મોરબી ગોઝારી દુર્ઘટનાનો મૃત્યુ આંક 91 પર પહોંચ્યો છે.  મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મહેસૂલ મંત્રી અને રેન્જ આઇ.જી સહિતના ઉચ્ચ અધિકારીઓ મોરબી પહોંચી ચૂક્યા છે.

ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના
હાલ તો તંત્ર દ્વારા બચાવ અને રાહતની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના થઈ ચૂકી છે.

ADVERTISEMENT

 બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી

  • રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
  • સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT