મોરબી દુર્ઘટના: મોરારી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું
મોરબીઃ રવિવારે ગુજરાતના ઈતિહાસની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા 400થી વધુ લોકો પાણીમાં પડી ગયા હતા. તેવામાં અત્યારે આ ઘટના…
ADVERTISEMENT
મોરબીઃ રવિવારે ગુજરાતના ઈતિહાસની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા 400થી વધુ લોકો પાણીમાં પડી ગયા હતા. તેવામાં અત્યારે આ ઘટના પછી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં તંત્ર દ્વારા દુર્ઘટનામાં ફસાયા હોય કે પછી ગુમ થયા હોય તેમના પરિવારજનોને ખાસ અપિલ કરી છે. ત્યારે દેશભરમાં આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરારી બાપુએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.
હાલમાં મોરારી બાપુ રાજસ્થાન નાથદ્વારા રામકથામાં છે ત્યારે મોરારી બાપુએ મોરબીમાં તૂટેલ પુલ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહું કે મૃતકને પરમાત્મા સદગતિ આપે અને તેમના પરિવારને દિલાસો પાઠવ્યો હતો. આ પીડાદાયક ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ
અત્યારે મોરબી દુર્ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 02822-242418 અથવા 02822243300 પર ફોન કરી શકાશે. ગુજરાત તકની ટીમે 02822-242418 આ નંબર પર ફોન કરવા પ્રયાસ કર્યો જે તાત્કાલિક ધોરણે કનેક્ટ થઈ ગયો હતો. જ્યારે બીજો નંબર જે-તે સમયે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી હતી. અત્યારે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત છે અને લોકોની સહાય કરી રહ્યું છે.
ADVERTISEMENT
મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.
ADVERTISEMENT