મોરબી દુર્ઘટના: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દુ:ખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું ગુજરાત કોંગ્રેસને
મોરબી: મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મોરબીમાં મચ્છુ નદી પરી એક વાર મોતનો પુલ પુરવાર થયો છે. બ્રીજ…
ADVERTISEMENT
મોરબી: મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મોરબીમાં મચ્છુ નદી પરી એક વાર મોતનો પુલ પુરવાર થયો છે. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં 90થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ દુ:ખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત કોંગ્રેસને બચાવ કાર્ય હાથ ધરવા અપીલ કરી છે.
મલ્લિકાઅર્જુન ખડગેએ દુ:ખ વ્યક્ત કર્યું
ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. હું ગુજરાત કોંગ્રેસને અપીલ કરું છું કે, બચાવ કાર્ય અને ઘાયલોને મદદ કરવા માટે કામદારો દરેક શક્ય સહાયતા આપવા. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
Deeply saddened by the tragedy that has struck us with the collapse of the suspension bridge in Morbi, Gujarat.
I appeal to the @INCGujarat workers to extend every possible assistance in rescue work & helping the wounded. My condolences & prayers are with the bereaved families.
— Mallikarjun Kharge (@kharge) October 30, 2022
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુ:ખ
ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરે અને ગુમ થયેલા લોકોને શોધમાં મદદ કરે.
गुजरात के मोरबी में हुए पुल हादसे की खबर बेहद दुःखद है। ऐसे मुश्किल समय में मैं सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
सभी कांग्रेस कार्यकर्ताओं से अपील करता हूं कि दुर्घटना में घायल व्यक्तियों की हर संभव सहायता करें और लापता लोगों की तलाश में मदद करें।
— Rahul Gandhi (@RahulGandhi) October 30, 2022
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે દુ:ખ વ્યક્ત કર્યું
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મોરબીની ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, તાજેતરમાં મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પાડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે. મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનો ને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય અને લોકોની મદદ કરે.
તાજેતરમાં મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પાડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે. મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનો ને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય અને લોકોની મદદ કરે (1/2)#Morbi #Gujarat pic.twitter.com/gQXJ8jc2jW
— Jagdish Thakor (@jagdishthakormp) October 30, 2022
ADVERTISEMENT