મોરબી દુર્ઘટનાઃ કલેક્ટરે કહ્યું- છેલ્લી વ્યક્તિ નહીં મળે ત્યાં સુધી ચાલશે સર્ચ ઓપરેશન, ચોથા દિવસે પણ ટીમ કાર્યરત
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જવાથી 135 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા હતા. તેવામાં હજુ પણ ઘણા લોકો…
ADVERTISEMENT
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જવાથી 135 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા હતા. તેવામાં હજુ પણ ઘણા લોકો મિસિંગ છે. આ પગલે મીડિયા રિપોર્ટ્સના આધારે કલેક્ટરે સર્ચ ઓપરેશન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી છેલ્લી વ્યક્તિ નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે આજે ચોથા દિવસે પણ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યારે રિપોર્ટ્સના આધારે 500થી વધુ જવાનો કાર્યરત છે, જેમાં એન.ડી.આર.એફ, આર્મી, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
રેસ્ક્યૂ કામગીરી વચ્ચે કલેક્ટરે કહ્યું કે…
તેમણે રેસ્ક્યૂ ઓપરેશન અંગે જણાવ્યું કે અત્યારે 17 લોકો સારવાર હેઠળ છે જ્યારે 135 લોકોના મોત નીપજ્યા છે. જોકે હજુ સુધી ગાયબ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. અત્યારે એનડીઆરએફ સહિત અન્ય એજન્સીઓ અને સર્ચ ટીમને તૈનાત કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનો ચેક આપી દેવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની જે રકમ છે એ વહેલી તકે પીડિત પરિવાર સુધી પહોંચાડવામાં આવશે એની ખાતરી આપી છે. આની સાથે જ ઈજાગ્રસ્તોને અત્યારે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય પણ ચૂકવી દેવાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
મોરબી દુર્ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેવામાં મોરબી પોલીસે વધુ 2 IPC કમલનો ઉમેરો કરી દીધો છે. આ કેસમાં કલમ 336 અને 367 ઉમેરવામાં આવી છે. (જાહેર જીવનને જોખમમાં મુકવાની બેદરકારી) વળી અહીં પુલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરે માત્ર કેબલો પર રંગ લાગાવ્યો
રિપોર્ટ્સ પ્રમાણે ઈન્નોવેશન માટેનો સબ કોન્ટ્રાક્ટ અયોગ્ય કંપનીને સોંપાયો હતો. આ દરમિયાન કોન્ટ્રાક્ટરની વાત કરીએ તો તેણે માત્ર કેબલને પેઈન્ટ કરી, પોલીશિંગ કરીને નવીનીકરણ કરી દીધું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વળી ઘોર બેદરકારીની વાત કરીએ તો બ્રિજના પ્રાથમિક અને મુખ્ય કેબલ છે તેને પણ બદલવામાં આવ્યો નહોતો.
ADVERTISEMENT