મોરબી દુર્ઘટના: મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પહોંચ્યા ઘટના સ્થળે, હોસ્પિટલની લીધી મુલાકાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: શહેર માટે આજનો દિવસ ફરી ગોઝારો બની ગયો છે. 43 વર્ષ બાદ આજે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે બનેલી ઘટનામાં પુલ તૂટી જતા અનેક લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. જેમાં 90થી વધુ લોકો આ કરૂણાંતિકામાં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ઝૂલતા  પુલ પાસે પહોંચી અને ઘટનાનો ત્યાગ મેળવ્યો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલ ની મુલાકાત લીધી છે.

ADVERTISEMENT

2 કરોડના ખર્ચે કરાયો હતો રીનોવેટ
મળતી વિગત મુજબ તાજેતરમાં જ રૂ.2,000,000નો ખર્ચે કરી ઝુલતો પુલ રીનોવેટ કરાયો હતો. ઓરેવા ટ્રસ્ટ આ પુલનું સંચાલન જાળવણી કરી રહ્યું છે. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે આશરે 400થી 500 લોકો પુલ પર હતા. આટલા લોકો એક સાથે હોવાના કારણે તેના વજનથી જ આ કરુણ ઘટના બની હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

7 મહિના થી પુલ હતો બંધ
આ પુલ છેલ્લા 7 મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  આ તહેવાર દરમિયાન 12000થી વધુ લોકોએ પુલની મુલાકાત લીધી હતી. ઘટનાની જાણ થતાં જ મંત્રી બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર, એસપી, પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, ફાયરબ્રિગેડના જવાનો દોડી ગયા છે. તંત્રએ સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધર્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT