Morbi: 500 રૂપિયા માટે હળવદમાં ત્રણ શખ્સોએ એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Morbi News: હળવદના મેરુપર ગામે સામાન્ય બાબતે તકરાર બાદ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હળવદના મેરૂપર ગામની સીમમાં વાડીએ રહી મજૂરી કામ કરતા દેવલાભાઈ ચૌહાણ નામના આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

મહિસાગરને પણ આપો 10 કલાક વીજળીઃ ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

પથ્થરોના છુટા ઘા મારી નીપજાવી હત્યા

મળતી માહિતી મુજબ નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણ કે જેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી હોઈ અને હાલ તેઓ મેરૂપર ગામની સીમમાં આવેલી યોગેશભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા હતા. તેમનું મોટરસાઇકલ આરોપી છીતુંભાઈ જુબટીયાભાઈના મોટરસાઇકલ સાથે અથડાઈ જતા આરોપીએ નુકસાનીના 500 રૂપિયા આપવા માંગણી કરી હતી. જોકે તેમણે પૈસા નહીં આપતા મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ ભીખલીયા લગસિંહ કિકરિયા, ચંદુ જુબટીયાભાઈ અને છીતું જુબટીયાભાઈએ ફરિયાદી નાનકા ભાઈની પત્ની કાંતાબેન અને પિતા દેવલાભાઈ સાથે બોલાચાલી કરી છુટ્ટા પથ્થરોના ઘા મારતા તેમનાની પત્નીને પગના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે તેમના પિતાને મોઢા તેમજ કપાળના ભાગે અને પીઠના ભાગે પથ્થરો લાગતા ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. હળવદ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 337, 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(રાજેશ આંબલિયા, મોરબી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT