મોરબી નગરપાલિકા સરકારની નોટિસનો પણ જવાબ નહીં આપે, સામાન્ય સભામાં લેવાયો નિર્ણય
રાજેશ આંબલીયા, મોરબી: રાજ્યમાં મોરબી મામલે સતત ચર્ચા થઈ રહી છે. સરકાર દ્વારા મોરબી નગર પાલિકાને સુપરસિડ કરવા માટે માથામાં ચાલી રહી છે. મોરબી બ્રિજ…
ADVERTISEMENT
રાજેશ આંબલીયા, મોરબી: રાજ્યમાં મોરબી મામલે સતત ચર્ચા થઈ રહી છે. સરકાર દ્વારા મોરબી નગર પાલિકાને સુપરસિડ કરવા માટે માથામાં ચાલી રહી છે. મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલાને લઈને ગુરુવારે સુનાવણી યોજાઇ હતી. જે સુનાવણીમાં સરકાર દ્વારા નવેસરથી એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે સરકાર હાઇકોર્ટની કાર્યવાહી અને કામગીરીને લઈને આદેશ પ્રમાણે કાર્ય કરી રહી છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા વિશે કાર્યવાહીની ખાતરી આપી હતી. સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસિડ કેમ ન કરવી તે મામલે નોટિસ મોકલવામાં આવી છે. ત્યારે આજે નગરપાલિકાની સામાન્ય સભામાં નોટિસનો જવાબ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આજે મોરબી નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. નગરપાલિકાની સામાન્ય સભામાં સરકાર દ્વારા અપાયેલી નોટિસનો જવાબ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો. જુલતા પુલ અકસ્માતના કેસમાં સરકારે પાલિકા પ્રમુખને નોટિસ ફટકારી હતી. જેમાં પાલિકાને બરતરફ ન કરવાનું કારણ, દર્શક નોટિસ મોકલવામા આવી હતી. ત્યારે નગરપાલિકાએ આજે સામાન્ય સભા બોલાવીને જવાબ રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો હતો
આ કારણે લેવાયો નિર્ણય
નગરપાલિકાના સભ્યોએ ઠરાવ કર્યો હતો કે, તપાસ સમિતિએ પાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજો લીધા છે. જ્યાં સુધી સરકાર દ્વારા જરૂરી દસ્તાવેજો પરત કરવામાં ન આવે ત્યાં સુધી આ નોટિસનો જવાબ નહીં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટમાં કોર્પોરેટરના પુત્રને નથી પોલીસનો ડર? સત્તાના નશામાં રિવોલ્વર સાથે કર્યું આ કામ
સરકારે જાણો શું આપી છે નોટિસ
મોરબી નગરપાલિકા સુપરસીડ બાબતે હલચલ જોવા મળી હતી. જેમાં સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે. જે નોટીસમાં નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે તા. 25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT