મોરબી ફેક્ટરીની દુર્ઘટના, બાળકનું માથુ ફસાતા તે મશીનમાં જતું રહ્યું અને..

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ નાના બાળકોની સારસંભાળ રાખવી ઘણી આવશ્યક બની જતી હોય છે. તેઓ રમત રમતમાં કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર ન થઈ જાય એની પણ કાળજી લેવી જોઈએ. ત્યારે સિરામીક ફેક્ટરીમાં એક બાળક જોડે ગંભીર દુર્ઘટના ઘટી હતી. તે રમતા રમતા ફેક્ટરીના બેલ્ટમાં આવી ગયું હતું. જોકે અત્યારે આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ગુજરાત તક આ વાઈરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. તથા આ ઘટના કયા સમગાળાની છે એની પણ સચોટ માહિતી મળી શકી નથી.

CCTV સો.મીડિયામાં વાઈરલ…
સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો પ્રમાણે બાળક રમતા રમતા ફેક્ટરીના મશીનો પાસે પહોંચી ગયું હતું. તેણે બેલ્ટ પર હાથ ફેરવવાનો શરૂ કર્યો. ત્યારપછી અચાનક બાળકે બેલ્ટ નીચે જઈને કઈ રમત રમવા પ્રયાસ કરતા દુર્ઘટના ઘટી હતી. બેલ્ટ પાસે તેનું માથું પટકાયું અને ત્યારપછી બેલ્ટના રોટેશન સાથે બાળક પણ 2થી 3 વાર મશીનમાં ફરતું જોવા મળ્યું હતું.

ઘટનાના વીડિયો વાઈરલ…
બાળક રમતા રમતા બેલ્ટમાં આવી જતાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે સિરામિક ફેક્ટરી કઈ છે અને ક્યારે ઘટના બની એની કોઈ માહિતી હજુ સુધી બહાર આવી શકી નથી. નોંધનીય છે કે બાળકની સાથે ઘટેલી દુર્ઘટના બાદ જાણ થાય છે કે બેદરકારીના કેવા માઠા પરિણામો આવી શકે છે.

ADVERTISEMENT

With Input: નિલેશ શિશાંગિયા

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT