મોરબી દુર્ઘટનાઃ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન હેલ્પ લાઈન નંબર વિશે જાણો, યુદ્ધના ધોરણે લોકોનો બચાવ શરૂ
મોરબીઃ રવિવારે ગુજરાતના ઈતિહાસની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા 400થી વધુ લોકો પાણીમાં પડી ગયા હતા. તેવામાં અત્યારે આ ઘટના…
ADVERTISEMENT
મોરબીઃ રવિવારે ગુજરાતના ઈતિહાસની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા 400થી વધુ લોકો પાણીમાં પડી ગયા હતા. તેવામાં અત્યારે આ ઘટના પછી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં તંત્ર દ્વારા દુર્ઘટનામાં ફસાયા હોય કે પછી ગુમ થયા હોય તેમના પરિવારજનોને ખાસ અપિલ કરી છે. તેવામાં જો આ દુર્ઘટનામાં કોઈના પણ પરિવારજનો ફસાયા હોય અથવા ગુમ થયા હોય તો આ હેલ્પ લાઈન નંબર છે – 02822-242418 અથવા 02822243300 અથવા 02822 1077. આ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર છે. અહીં ફોન કરીને સ્વજનોને સહાય કરવા સહયોગ આપી શકાશે. ઉપરોક્ત ફોન નંબર ઓફિશિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટથી લેવામાં આવ્યા છે. ગુજરાત તક દ્વારા આની પુષ્ટી કરાઈ રહી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 24 X 7 જનતાની સહાય કરવા માટે આ હેલ્પ લાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ…
અત્યારે મોરબી દુર્ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 02822-242418 અથવા 02822243300 પર ફોન કરી શકાશે. ગુજરાત તકની ટીમે 02822-242418 આ નંબર પર ફોન કરવા પ્રયાસ કર્યો જે તાત્કાલિક ધોરણે કનેક્ટ થઈ ગયો હતો. જ્યારે બીજો નંબર જે-તે સમયે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી હતી. અત્યારે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત છે અને લોકોની સહાય કરી રહ્યું છે. ઉપરોક્ત નંબર જિલ્લામાં કોઈ આપત્તિ આવી હોય, ભૂકંપ, પૂર કે અન્ય સ્થિતિ એ સમયે ફોન કરીને સહાય માગવા માટે મદદરૂપ છે.
ADVERTISEMENT
મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022
મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT