મોરબી: પરિજનોની ચીચીયારીઓથી ગુંજી ઉઠી હોસ્પિટલ, મૃતદેહોમાં સ્વજનને શોધી રહ્યા છે લોકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો બ્રિજ તૂટી પડતા 60 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર દુર્ઘટના બાદ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખૌફનાક નજારો જોવા મળ્યો હતો. ક્યાંક મૃતદેહોની લાઈનો લાગી હતી તો ક્યાંક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો પીડાથી કણસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં મૃતદેહોમાંથી પરિજનો પોતાના સ્વજનની ઓળખ કરી રહ્યા છે. ઘણા લોકોના સ્વજન હજુ પણ ગુમ છે.

ઈજાગ્રસ્તો માટે વોર્ડ પણ ખૂટી પડ્યા
મોરબીની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યૂલન્સ જતા જ બીજી આવી જાય છે. ઈજાગ્રસ્તો તથા તેમના પરિવારજનોથી આખી સિવિલ હોસ્પિટલ ઊભરાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્વજનના મોતથી હોસ્પિટલ પરિજનોની ચીચીયારીઓથી ગુંજી ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે. હોસ્પિટલના તબીબો પણ દર્દીઓની સારવારમાં જોડાઈ ગયા છે.

ADVERTISEMENT

અમદાવાદથી ફાયર વિભાગની 3 ટીમો રવાના થઈ
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજકોટની સિવિલ હોસ્પિટલથી તાત્કાલિક મેડિકલ સ્ટાફ મોરબી જવા રવાના થઈ ગયો છે. રાજકોટ સિવિલમાંથી 5 ડોક્ટર સહિત 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. બીજી તરફ અમદાવાદથી પણ ફાયર વિભાગની 3 જેટલી ટીમો મોરબી જવા માટે રવાના થઈ ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT