મોરબી દુર્ઘટનાગ્રસ્તોની બચાવ કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ, આર્મી -NAVYના જવાનોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ રવિવારે મોરબી ખાતે ઝૂલતો પૂલ નદીમાં તૂટી પડતા અત્યારસુધી 141 લોકોના મોત થયા છે. જ્યારે આ સમયે 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારે બચાવ કામગીરીને વેગવંતી બનાવવા માટે જંગી ધોરણે પગલાં ભરાયા છે. અત્યારે આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ, SDRF દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે. તેવામાં અત્યારસુધીમાં અહીં 141 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 177થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. તમને જણાવી દઈએ કે 20 રેસ્ક્યૂ બોટને પણ અત્યારે કામગીરી પર લગાવી દેવામાં આવી છે.

વિવિધ જિલ્લાના 40 ડોકટરોની ટીમ તૈનાત
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે વહેલી સવાર સુધીમાં અહીં 141 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે લગભગ 177 લોકોનો આબાદ બચાવ કરાયો છે. આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ, SDRF દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે બીજી બાજુ વિવિધ જિલ્લામાંથી 40 ડોકટરોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત એવા 3 લોકોને સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.

ADVERTISEMENT

લાઈવ જેકેટ્સથી લોકોની બચાવ કામગીરી શરૂ

  • મ્યુનિસિપલ કોર્પોરેશન/ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ બોટ અને લાઇફ જેકેટ્સ લવાયા છે. અત્યારે અહીં વિવિધ સ્થળેથી 25થી વધુ એમ્બ્યુલન્સ જ્યારે અનેક ખાનગી એમ્બ્યુલન્સ અને આર્મીની 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
  • NDRFની 5 ટીમો અત્યારે બચાવ કામગીરીમાં લાગી છે, જેમાં 110 સભ્યો સામેલ છે.
  • જામનગરથી SDRFની 2 પ્લાટૂન અને ગોંડલ અને વડોદરાથી 3-3 પ્લાટૂન કુલ 149 અધિકારીઓ સાથે સ્થળ પર બચાવ કામગીરીમાં હાજર છે.

20થી વધુ રેસ્ક્યૂ બોટથી બચાવ કાર્ય શરૂ
અત્યારે 20થી વધુ રેસ્ક્યૂ બોટ પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે લાઈફ જેકેટ્સની સાથે લોકોને બચાવવા માટે જવાનોની ટીમ મદદે આવી છે. આની સાથે જ જામનગર ગરૂડ કમાન્ડોની ટીમ અને સુંદરનગર તથા ભુજની 2 ટીમ પણ અહીં આવી પહોંચી છે. આની સાથે જામનગર અને પોરબંદરથી આર્મીના 50 ડ્રાઈવર્સ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં કાર્યરત થઈ ગયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT