મોરબી કરૂણાંતિકાઃ મારે મોતના પોલિટિક્સમાં પડવું નથી, સાચ્ચી તપાસ થવી જોઈએ – શંકરસિંહ વાઘેલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જતા મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. તેવામાં અત્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 141 લોકોના આ દર્દનાક દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. આ અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે મારે મોતના પોલિટિક્સમાં પડવું જ નથી. મારી સહાનુભૂતિ પીડિત પરિવાર સાથે છે. હવે આ દુર્ઘટનાની સાચ્ચી ઈન્ક્વાયરી થવી જોઈએ જેના પરિણામે સત્ય સામે આવે. આની યોગ્ય તપાસ થશે તો ભવિષ્યમાં આવી દર્દનાક ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું..
મીડિયા સાથેની વાતચીતમાં આ દર્દનાક દુર્ઘટના વિશે કહ્યું કે હું પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરુ છું. અત્યારે રિપોર્ટ્સ પ્રમાણે 50થી 60 તો બાળકો હતા જે પાણીમાં પડી ગયા હતા. ઘણા બાળકો બ્રિજ પકડીને પોતાનો જીવ બચાવવા માટે ત્યાં પકડીને ઉભા રહ્યા હતા. એમાંથી કેટલાક પાણીમાં પડી ગયા હતા.

સાચ્ચા આંકડાઓ સામે આવવા જોઈએ
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે લગભગ 200થી 250 સુધીનો આંકડો આવી શકે છે. હવે બહાર સાચો કે ખોટો આંકડો આવે એની કોઈ માહિતી નથી. હું મોતના પોલિટિક્સમાં પડવા નથી માગતો. પરંતુ સાચ્ચી ઈન્ક્વાયરી થવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થયા એની કાળજી રખાય. કંપની કોઈપણ હોય પરંતુ આ સમારકામ થાય અને બ્રિજ તૂટે તો જે-તે જવાબદાર અધિકારી અને કંપની પર કાર્યવાહી થવી જોઈએ.

ADVERTISEMENT

3 સેકન્ડમાં બ્રિજ ખાબક્યો…
30 ઓક્ટોબર રવિવારે સાંજે 6 વાગ્યે 31 મિનિટ દરમિયાન આ ઘટના બની હતી. તેવામાં આ CCTV ફૂટેજ 6 કલાક 31 મિનિટ અને 45 સેકન્ડથી શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન અહીં લોકો ઝૂલતા પુલ પર એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. તો કેટલાક લોકો પૂલને પોતાના હાથ વડે ઝૂલાવતા હોય તેમ લાગી રહ્યું છે. જોતજોતામાં 6 વાગ્યે 31 મિનિટ અને 59 સેકન્ડે આ પૂલના એક ભાગની સ્ટ્રિંગ્સ તૂટી જાય છે અને લગભગ 3 સેકન્ડની અંદર આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે CCTV ફૂટેજમાં દર્શાવેલા સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે 32 મિનિટ અને 2 સેકન્ડ સુધીમાં આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT