મોરબી દુર્ઘટનાની કરૂણાંતિકાઃ એક જ પરિવારના 8 લોકો પુલ પર હતા; નાના પુત્ર સહિત 3ના મૃત્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ રવિવારે ઝૂલતો પૂલ તૂટી પડતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા. આ પુલ પાણીમાં સમાઈ જતા અત્યારે મૃત્યુઆંક 70થી વધુનો સામે આવી રહ્યો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક જ ઘરના 8 સભ્યો આજે આ પુલ પર ફરવા માટે ગયા હતા. જેમાંથી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પરિવારના મોભીના પત્ની અને નાના 5 વર્ષના પુત્રનું મૃત્યું થયું છે. આમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું છે. જ્યારે હજુ પણ તેમના પરિવારના 4 લોકો લાપતા છે. આ કરૂણાંતિકાના પગલે આરીફશા નૂરશા શાહમદાર સહિત મોરબીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરિવારજનો ફરવા ગયા હતા…
મીડિયા અહેવાલો પ્રમાણે આ પરિવારના વડીલ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેવામાં એમના ઘરે બહેન જામનગરથી આવ્યા હતા અને જેથી કરીને પરિવારના સભ્યોએ ઝૂલતા પૂલ પર ફરવા જવાનું મન બનાવ્યું હતું. આ દરમિયાન પરિવારના મોભીના પત્ની, દીકરો, દીકરી, ભાભી, ભત્રીજો, બેન, બેનની દીકરી-દીકરો ત્યાં ફરવા માટે ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં તેમના પત્ની અને દીકરાનો મૃતદેહ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન મળી ગયો હતો. જ્યારે દીકરી સહિત હજુ પણ 4 પરિવારના સભ્યો લાપતા હોવાની માહિતી મળી છે. જોકે આ 8 સભ્યોમાંથી તેમના ભાભીને હાથમાં ફ્રેક્ચર થયું છે પરંતુ તેમનો જીવ બચી ગયો છે.

રાજ્ય સરકારે જવાનોની ટીમ મોરબી મોકલી…
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર NDRFની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થઈ ગઈ છે.

ADVERTISEMENT

  • NDRFની 3 તેમજ SRPની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી જવા માટે નીકળી ગઈ છે.
  • રાજકોટ સીવિલ હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT