ગુજરાતમાં મોદી-શાહની NO REPEAT ફોર્મ્યૂલા, જેનો તોડ 27 વર્ષથી કોંગ્રેસ પણ નથી શોધી શકી
કુબુલ અહમદ/ગોપી ઘાંઘર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભલે હજુ સુધી ઔપચારિક જાહેરાત ન થઈ હોય, પરંતુ ચૂંટણીના મેદાનમાં જીત માટે ભાજપ પૂર્ણ રીતે કમર કસી રહ્યો…
ADVERTISEMENT
કુબુલ અહમદ/ગોપી ઘાંઘર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભલે હજુ સુધી ઔપચારિક જાહેરાત ન થઈ હોય, પરંતુ ચૂંટણીના મેદાનમાં જીત માટે ભાજપ પૂર્ણ રીતે કમર કસી રહ્યો છે. ભાજપ 27 વર્ષોથી ગુજરાતમાં સત્તામાં છે અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ‘નો રિપીટ થિયરી’નો ફોર્મ્યૂલા દરેક ચૂંટણીમાં અજમાવે છે. મોદી-શાહના આ અચૂક પ્લાનનો તોડ કોંગ્રેસ 27 વર્ષોથી શોધી શકી નથી, જેના કારણે જ તે રાજકીય વનવાસ ભોગવી રહી છે.
ભાજપ 26 ટકા નવા ચહેરાઓને ટિકિટ આપશે
ભાજપ આ વખતેની વિધાનસભા ચૂંટણીમાં સત્તા વિરોધી લહેર સામે પોતાનો જૂનો નો રિપીટ ફોર્મ્યૂલા અજમાવી શકે છે. પાછલા દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં પાર્ટી નવા ચહેરાઓને 25 ટકા ટિકિટ આપશે, પરંતુ ટિકિટ માટે ઉમેદવારના જીતની ક્ષમતા જ એકમાત્ર માપદંડ છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો અન્ય ઉમેદવારોની અપેક્ષા જીતવાની ઓછી હશે તો પાર્ટી ત્રણ-ચાર વખત જીતેલા ઉમેદવારોને પણ ટિકિટ આપી શકે છે.
ગુજરાતમાં ભાજપ 25 ટકા નવા ચહેરાને ટિકિટ આપી શકે છે તે તેણે પોતાના ધારાસભ્યોમાંથી ઘણાની ટિકિટ કાપવી પડી શકે છે. તેનાથી ભાજપમાં વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કપાવવાનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતમાં સત્તા વિરોધી રુઝાનથી બચવા માટે ભાજપ ધારાસભ્યો બદલતી રહી છે. ભાજપે એન્ટી ઈન્કમ્બન્સીને પાર પાડવા માટે જૂના ધારાસભ્યોની જગ્યાએ નવા ચહેરા સાથે રાજકારણમાં ઉતરવાનું મન બનાવી લીધું છે. એવામાં ગુજરાત ભાજપમાં સૌની નજર ઉમેદવારીની યાદી પર છે.
ADVERTISEMENT
ગુજરાત ભાજપની રાજકીય પ્રયોગશાળા
ગુજરાતને ભાજપની રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. રાજ્યમાં પાર્ટી સમય-સમય પર પરંપરાગત રાજનીતિથી હટીને ઘણા સફળ પ્રયોગ કરતી આવી છે અને તેને રાજકીય લાભ મળતો રહ્યો છે. ભાજપે ‘નો રિપીટ’ ફોર્મ્યૂલા સૌથી પહેલા પંચાયતની ચૂંટણીમાં અજમાવ્યો હતો અને જૂના ચહેરાને હટાવીને નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા, જેનો પાર્ટીને ફાયદો થયો.
ગુજરાતમાં ભાજપ પહેલીવાર વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવા નથી કાપવા જઈ રહી. આ પહેલા પણ જૂના ચહેરાની જગ્યાએ નવા ચહેરા ઉતારતી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી રહેતા ત્રણેય વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘નો રિપીટ’ થિયરી અપનાવી હતી. 2002ની ચૂંટણીથી લઈને 2017 સુધી ગુજરાતની દરેક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મોટી સંખ્યામાં જૂના ધારાસભ્યોની ટિકિટ કાપીને નવા ધારાસભ્યોને ઉતારતી આવી છે.
ADVERTISEMENT
ગુજરાતની સત્તામાં ભાજપ પહેલીવાર 1995માં આવી. વર્ષ 1995માં ભાજપને 121, 1998માં 117, 2002માં 127, 2007માં 116, 2012માં 115 અને વર્ષ 2017માં 99 સીટો મળી હતી. ગુજરાતમાં ભાજપની સીટો અને વોટ શેર ભલે ઘટ્યો હોય, પરંતુ સત્તાથી કોઈ દૂર કરી શક્યું નથી. આ પાછળ પાર્ટીનો એક જ ફોર્મ્યૂલા ‘નો રિપીટ’ થિયરી રહ્યો છે. 2002ની ચૂંટણીમાં 121માંથી 18 ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી, 2007માં 47, 2012માં 30 ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી. આ બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 34 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી.
ADVERTISEMENT
દિલ્હીમાં ભાજપની ફોર્મ્યૂલા સફળ રહી
ભાજપે 2017ની દિલ્હીની નગરપાલિકા ચૂંટણીમાં પોતાના તમામ કોર્પોરેટરોની ટિકિટ કાપીને નવા ચહેરા ઉતાર્યા હતા. ભાજપે આ ફોર્મ્યૂલાથી સત્તા વિરોધી લહેર ખતમ કરીને આમ આદમી પાર્ટીની અસર ખતમ કરી ચૂંટણી જીતી હતી. ભાજપે આ ફોર્મ્યૂલા અંતર્ગત 2022ની ચૂંટણી પહેલા રૂપાણી સરકારમાં સામેલ તમામ ચહેરા બદલી નાખ્યા. આ બાદ ભૂપેન્દ્ર પટેલને સત્તા સોંપાઈ અને કેબિનેટમાં પણ નવા ચહેરાને જગ્યા આપવામાં આવી.
ADVERTISEMENT