વડગામમાં જીગ્નેશ મેવાણીની સભામાં લાગ્યા મોદી-મોદીના નારા, કહ્યું- હજુ મારો વિરોધ કરાવો એટલે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાલનપુર: વડગામની વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જોકે કેટલાક યુવાનોના વિરોધ અને મોદી-મોદીના નારા વચ્ચે પણ જીગ્નેશ મેવાણીએ પોતાની સભા ચાલુ રાખી હતી. સોશિયલ મીડિયામાં મેવાણીની આ સભાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

મેવાણી સામે યુવાનોએ લગાવ્યા મોદી-મોદીના નારા
વડગામ વિધાનસભામાં આવતા જગાણા ગામમાં જીગ્નેશ મેવાણી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક યુવાનોએ જોરશોરથી મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે જીગ્નેશ મેવાણીએ પોતાનું ભાષણ ચાલુ રાખતા કહ્યું કે, મારો અવાજ તો દિલ્હી જાય છે. ઔર જો જીગ્નેશ મેવાણી બોલતા હૈ તો 56 ઇંચ કે દાવે કા ક્યા હોતા હૈ ફૂસ્સ. પણ આ જગાણાની ધરતી પર ડંકાની ચોટ પર કહું છું તાકાત હોય તો વિપુલ ચૌધરી માટે બોલવું હતું કે જીગ્નેશ મેવાણી બોલ્યો છે અને હજુ હું સભા કરવા જવાનો છું. જે આસામની જેલથી ડર્યો નથી એ આવું કરવાથી શું ડરે?

મેવાણીએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર
તેમણે આગળ કહ્યું કે, ભાજપને મારી નમ્ર વિનંતી કે હજુ વડગામમાં ચાર જગ્યાએ વિરોધ કરાવો એટલે મારો વોટર ટાઈટ થઈ જાય. જે લોકો શહીદ ભગતસિંહ કે સુભાષચંદ્ર બોઝ જોડે પણ નહોતા અને 52 વર્ષ સુધી ત્રિરંગો લહેરાવ્યો નહીં આજે મારી બહેનો માતાને કહેવા આવ્યો છું. તમારું જીવન, તમારી પરિસ્થિતિ અને બાળકોનું ભવિષ્ય એનો વિચાર કરીને વોટ કરવાનો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT