MLA પ્રતાપ દૂધાત કરશે ડિમોલેશન? જાણો કેમ અધિકારીઓને આપી આવી ધમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને લઈ પ્રતાપ દૂધાતે અધિકારીઓ સામે ઉગ્ર થયા છે અને દુધાતે FCIના અધિકારીઓને ધમકાવ્યા હતા. ખેડૂતોને ખેતરે જવાં માટે FCI દ્વારા રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે ખેડૂતોને અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા પ્રતાપ દૂધાત સ્થળ પર પહોંચી અને મામલતદાર અને પ્રાંતનીસામે જે ધમકી આપી કે જો રસ્તો નહીં મળે તો 5 દિવસમાં હું રેલવેના પાટા હશે કે ગોડાઉન હશે. હું જાતે જઈ અને ડિમોલેશન કરીશ.

ગુજરાત તક સાથેની વાતચીતમાં પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, ગોડાઉન બનતાની સાથે 100 જેટલા ખેડૂતોના રસ્તા બંધ થઈ ગયા. ખેડૂતો છેલ્લા 1 વર્ષથી વારંવાર ધક્કા ખાતા હતા. આ મામલે 1 મહિના પહેલા ગોડાઉન નિર્મિત જગ્યાએ હું ગયો હતો અને કહ્યું કે, જેતે સમયે જમીન આપી ત્યારે એગ્રીમેન્ટ આપ્યું હતું કે રસ્તો અમે આપશુ રસ્તો આપવા કહ્યું હતું. મારે એવો કોઈ વિકાસ નથી જોઈતો જેનાથી ખેડૂત હેરાન થાય. આવનાર 100 વર્ષ સુધી ખેડૂતો હેરાન થશે. ખેડૂતની આજીવિકા ખેતર છે. પ્રતાપ દૂધાતે જણાવ્યુ કે મે અધિકારીઓને ધમકાવ્યા છે. મામલતદાર અને પ્રાંતને સામે જે ધમકી આપી તે વાત પર મક્કમ છું. ખેડૂતોને ખેતરે જણાવો રસ્તો નહીં મળે તો રેલવેના પાટા હશે કે ગોડાઉન હશે. હું જાતે જઈ અને ડિમોલેશન કરીશ. તેને લાવવું હોય તેટલું પ્રોટેક્શન લાવે. ખેડૂતનો પ્રશ્ન હાલ નહીં થાય તો હું કોઈ લેખિત કે કોઈ વાત કરવા નથી માંગતો પહેલા પ્રશ્ન હાલ કરો પછી કામ આગળ વધારો. 5 દિવસમાં ઉકેલ શું છે તે નિર્ણય નહીં આપે તો હું લડત આપીશ. રેલ્વેનું કામ બંધ કરાવ્યું છે. અમારું રેલવે તંત્ર સાથે ઘર્ષણ નથી કંપની સાથે ઘર્ષણ છે.

આ છે મામલો
મોટા લીલીયામાં FCI ગોડાઉનનું કામ ચાલી રહ્યુ છે. લિફ્ટ ઈન્ડિયા નામની કંપની કામ કરી રહી છે. ટેન્ડર કરીને લિફ્ટ ઈન્ડિયા નામની કંપનીને કામ મળ્યુ છે. જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એગ્રીમેન્ટમાં રસ્તો આપવાની વાત કરવામાં આવી હતી. આ કામને કારણે ખેડૂતોને ખેતરમાં જવાનો જે હાઈવે છે તે બંધ થયો છે. જેમા 100થી વધુ ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી પડે છે અને 20 કિલોમીટર જેટલું ફરવા જવું પડે છે. આ અંગે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ રસ્તો ના મળતા ધારાસભ્ય પ્રતાપ દૂધાત મેદાને આવ્યા હતા. કંપનીના અધિકારીઓને ધમકાવ્યા અને રસ્તો નહીં આપે તો રેલવેના પાટા અને ગોડાઉન પર ડિમોલેશન કરવાની ધમકી આપી છે.આ પહેલા પણ અનેક વખત ધારાસભ્ય પ્રતાપ દૂધાત અનેક વખત અધિકારીઓ સાથે બોલચાલી કરી ચૂક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT