MLA કુમાર કાનાણીના કૌટુંબિક જમાઈ સામે મહિલાને હેરાન કરવાનો આક્ષેપ, વૃદ્ધ સાથે મારામારી પણ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ વરાછા બેઠકના MLA કુમાર કાનાણીના કૌટુંબિક જમાઈ સામે મહિલાને હેરાન કરવાની ફરિયાદ દાખલ થઈ છે. વિગતો પ્રમાણે કુમાર કાનાણીના મોટાભાઈના જમાઈ જગદીશ કોલડિયા છેલ્લા 6થી 7 વર્ષથી એક મહિલાને હેરાન કરતા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરાયો છે. એટલું જ નહીં ફરિયાદ પ્રમાણે જમાઈને સમજાવવા આવેલા વૃદ્ધને પણ તેમણે માર માર્યો હોવાનો આરોપ લગાવાયો છે. અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશને જગદીશ કોલડીયા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધવામાં આવી છે.

MLAના કૌટુંબિક જમાઈ સામે ફરિયાદ…
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના કૌટુંબિક ભાઈ સામે મહિલાને હેરાન કરાઈ રહી હોવાનો આક્ષેપ લગાવાયો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કુમાર કાનાણીના મોટાભાઈના જમાઈ જગદીશ કોલડીયા સામે આ ફરિયાદ નોંધાવાઈ છે. આમાં તેમના પર આરોપ લગાવાયો છે કે છેલ્લા 6થી 7 વર્ષથી જગદીશ કોલડીયા આ મહિલાને હેરાન કરી રહ્યા હતા.

વૃદ્ધને માર માર્યો હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે જગદીશ કોલડીયા સામે મહિલાને હેરાન કરવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. એટલું જ નહીં સમજાવવા માટે મહિલાના પરિવારથી એક ઉંમરલાયક વડીલ જગદીશ કોલડીયાના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે પણ મારામારી કરી હોવાના આરોપો જગદીશ કોલડીયા પર લગાવાઈ રહ્યા છે. આ અંગે અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જગદીશ કોલડિયા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી દેવાઈ છે.

ADVERTISEMENT

With Input: સંજયસિહં રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT