ચૈતર વસાવના સરકાર પર પ્રહાર કહ્યું, 1985 પછી એક પણ એક્સ- રે મશીન નથી આવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: 15 મી વિધાનસભાનું આજે પહેલું સત્ર મળી રહ્યું છે. આજે એક દિવસના મળેલા સત્રમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતની વિધાનસભા સુધી પહોંચી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસવાને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા 3 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મારા મતવિસ્તારમાં 1985 થી અત્યાર સુધી એક પણ એક્સ રે મશીન નથી આવ્યું અને ગર્ભવતી બહેનો માટે કોઈ વ્યવસ્થા નથી.

આમ આદમી પાર્ટી  પ્રથમ વખત ગુજરાતની વિધાનસભામાં પહોંચી આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં જોવા મળતી આક્રમકતા આજે વિધાનસભા ગૃહમાં જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે ગૃહમાં કહ્યું કે, સરકાર ઓરમાયુ વર્તન  કરી રહી છે.  આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચીત છે. 1985 થી અત્યાર સુધી એક પણ એક્સ રે મશીન નથી આવ્યું. 1985 માં છેલ્લું એક્સરે મશીન આવ્યું હતું પછી ક્યારે આવ્યું નથી.

આરોગ્ય લક્ષી સુવિધાને લઈ સરકાર પર કર્યા પ્રહાર
આરોગ્ય લક્ષી સુવિધાને લઈ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મારા મત વિસ્તારમાં ગર્ભવતી પ્રસુતાઓ માટે કોઇ વ્યવસ્થા નથી.

ADVERTISEMENT

શિક્ષણ લક્ષી સુવિધાને લઈ સરકાર પર કર્યા પ્રહાર
ચૈતર વસાવાએ સરકારને ઘેરતાં કહ્યું કે, મારા મતવિસ્તારમાં 26 એવી શાળાઓ જેમાં માત્ર એક જ શિક્ષક છે. 400 કરોડ ના ખર્ચે નળ લગાવવામાં આવ્યા પણ પાણી નથી આવ્યું સરદાર સરોવરની વાહવાહી થઇ રહી છે પણ ડેમની બે કિલોમીટર દુરના ગામને પાણી નથી મળતું

    follow whatsapp

    ADVERTISEMENT