ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બગડ્યા, વ્યાજખોરોની હવે નથી ખેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે કરી હતી. આ દરમિયાન તેમણે રાજકોટમાંરાજકોટ બસ પોર્ટ ખાતે વધુ પાંચ ઇલે. બસોનું લોકાર્પ કર્યુ હતું. આ પાંચ બસો દૈનિક રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડશે. આ દરમિયાન તેમણે વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય વ્યાજખોરોના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થયા તેવી વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે.

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે રાજકોટ આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોના ત્રાસ મામલે કહ્યું કે,  આ પ્રકારનિ જે કોઈ જે કોઈ માહિતી મળે છે. અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ ખૂબજ સખ્તાઈ થી કામ કરી રહી છે. આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાત ભરમાં હજુ વધુ મજબૂતાઈથી અને ગંભીરતા પૂર્વક આ બાબતે ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકોને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય વ્યાજખોરોના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થયા તેવી વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે.

ઇલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ
રાજયના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ બસ પોર્ટ ખાતે વધુ પાંચ ઇલે. બસોનું લોકાર્પણ કર્યુ હતું. આ પાંચ બસો દૈનિક રાજકોટ જૂનાગઢ વચ્ચે દશ ટ્રીણોમાં ચાલશે. આજે પ્રથમ દીવસે રાજકોટ, જૂનાગઢ રૂટની આ પાંચ ઇ-બસોમાં 115 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. રાજકોટ જૂનાગઢ રૂટની આ બસમાં એક ટિકીટનું ભાડું રૂ.150 રાખવામાં આવ્યું છે.લોકાર્પણ બાબતે હર્ષ સંઘવીએ કહ્યું કે,  મુસાફરોને સતત સારી સુવીધા મળે તે સરકારની નેમ છે. અને મુસાફરોને એસટી અંગે કોઇ પણ ફરીયાદ હોય તો, સિધી ફરીયાદ સરકારને કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT