મેવાણીએ વિરોધ પ્રદર્શન પર કટાક્ષ કર્યો, જાણો બજરંગ દળના પઠાણ ફિલ્મ વિવાદ પર શું નિવેદન આપ્યું
અમદાવાદઃ અત્યારે ઠેર ઠેર પઠાણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ગત દિવસે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે…
ADVERTISEMENT
અમદાવાદઃ અત્યારે ઠેર ઠેર પઠાણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ગત દિવસે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા. આ તમામ વિરોધ પ્રદર્શન મુદ્દે જિગ્નેશ મેવાણીએ મોટુ નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે આવા ઉગ્ર પ્રદર્શન પર પણ કેમ કાર્યવાહી થઈ રહી નથી. ચલો સમગ્ર વિવાદ પર નજર કરીએ…
જિગ્નેશ મેવાણીનું નિવેદન…
પઠાણ ફિલ્મના વિરોધના વંટોળ વચ્ચે જિગ્નેશ મેવાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો આંદોલનકારીઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે છે તો તેમને કાયદો વ્યવસ્થા અને ધારાઓ લગાવીને ફસાવી દેવામાં આવે છે. બીજીબાજુ બજગંર દળના લોકો અમદાવાદના આલ્ફાવન મોલમાં જાણી જોઈને પ્રાઈવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે અને આ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી.
इस दौर की एक कड़वी सच्चाई:
यदि कोई आंदोलनकारी शांतिपूर्ण तरीके से आंदोलन करता है तो उसे कानून की कई धाराओं के तहत फसा दिया जाता है। दूसरी तरफ़ बजरंग दल के लोग अहमदाबाद के अल्फा वन मॉल में जबरन घुसकर निजी संपत्ति को नुकसान पहुँचाते हैं और इन पर कोई कार्यवाही नहीं। pic.twitter.com/msICD5Cqoi
— Jignesh Mevani (@jigneshmevani80) January 5, 2023
ADVERTISEMENT
અમદાવાદના આલ્ફા વન મોલમાં તોડફોડ
ઠેરઠેર પઠાણ ફિલ્મમાં ઓરેન્જ રંગની બિકીની મામલે ફિલ્મનો હિન્દુ સંગઠનો એવું કહીને વિરોધ કરી રહ્યા છે કે આ હિન્દુઓના ભગવા રંગનું અને ધર્મનું અપમાન છે. હવે અમદાવાદમાં આવેલા આલ્ફા વન મોલ ખાતે આજે બુધવારે પઠાણ મુવીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
દરમિયાન શાહરુખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટર્સને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે જ ફિલ્મ રિલિઝ થશે તો હજુ પણ આક્રમક વિરોધ કરવાની ચીમકી પણ આપી ગયા છે. મોલમાં હાજર સહુ લોકો આ ઘટનાથી ગભરાઈ ગયા હતા. બે ઘડી સાવ તંગદીલીનું વાતાવરણ ઊભું કરી દીધું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT