ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે પડશે માવઠું, હવામાન નિષ્ણાંત Paresh Goswami ની આગાહી
ગુજરાતમાં શિયાળાની ઋતુ વિદાય લેવા જઈ રહી છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજ્યમાં ધીમે-ધીમે ઘટી રહ્યું છે ઠંડીનું જોર
હવામાન પલાટાય તેવી હવામાન નિષ્ણાતની આગાહી
આગામી 2-4 દિવસ છૂટાછવાયા છાંટાની આગાહી
Predictions of Paresh Goswami: ગુજરાતમાં શિયાળાની ઋતુ વિદાય લેવા જઈ રહી છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. હાલ સવારે થોડી ઠંડી પડી રહી છે. બપોર થતાં જ ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે. જોકે, ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન પલાટાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી 2-4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સામાન્ય છાંટા પડી શકે છે.
2-4 દિવસ જોવા મળી શકે છે સામાન્ય ઠંડી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર, ઉત્તર ભારત પરથી પસાર થનારા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. જેથી રાજ્યમાં આગામી 2-4 દિવસ સામાન્ય ઠંડી જોવા મળી શકે છે. જે બાદ ધીમે-ધીમે ઉનાળાની શરૂઆત થશે.
કેટલાક વિસ્તારોમાં પલટાઈ શકે છે વાતાવરણ
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 19થી 21 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડી શકે છે. તો ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં પડી શકે છે છાંટા
તેઓના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. જોકે, આ દરમિયાન કોઈ મોટું માવઠું નહીં પડે, જેથી કોઈએ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી.
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
તો હવામાન વિભાગની આગાહી જોઈએ તો આગામી દિવસોમાં ફરી ગરમી અને ફરી ઠંડી જેવો વિચિત્ર માહોલ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને તેની અસર ગુજરાત પર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT