મેડિકલ કોલેજમાં પ્રિન્સિપલે નિર્દયતાથી વિદ્યાર્થીને માર્યો, પરિવારે ન્યાયની માગ કરી…
પંચમહાલઃ અત્યારે ગુજરાતમાં શૈક્ષણિક સ્તરે વિદ્યાર્થીઓ સાથે નિર્દયતા પૂર્વક માર મારવાની ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલે નિર્દયતા…
ADVERTISEMENT
પંચમહાલઃ અત્યારે ગુજરાતમાં શૈક્ષણિક સ્તરે વિદ્યાર્થીઓ સાથે નિર્દયતા પૂર્વક માર મારવાની ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલે નિર્દયતા પૂર્વક માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીના પરિવારજનોએ આ મામલે ન્યાન મેળવવા માટે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. અત્યારે સમગ્ર ઘટનાક્રમ હેઠળ તપાસ હાથ ધરી દેવામાં આવી છે. ચલો વિગતવાર આના પર નજર કરીએ…
કોલેજના પ્રિન્સિપાલે માર માર્યો…
પંચમહાલ જિલ્લાની જલારામ હોમ્યોપેથિક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે જૈમિન ચૌહાણ નામના વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલે માર્યો હતો. નોંધનીય છે કે પ્રાથમિક વિગતો પ્રમાણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પોતાની જનરલ નહોતો લાવ્યો, જેથી અન્ય વિદ્યાર્થીની જનરલ સાથે પરીક્ષા આપવા બેઠો હોવા પર વિવાદ થયો હતો. આ દરમિયાન પ્રિન્સિપાલે નિર્દયતાથી વિદ્યાર્થીને માર માર્યો હતો.
પરિવારને ન્યાયની માગ કરી..
આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીના પરિવારજનોએ ન્યાયની માગ કરી છે. આની સાથે જ શહેરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી દીધી છે. હજુ આ ઘટનાક્રમમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT