’10 વર્ષ સુધી અમે ભાજપમાં રહીને સેવા કરી, ટિકિટ મળે તેવું લાગતા એક વ્યક્તિએ ટિકિટ કપાવી’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ કપાતા નારાજગી જોવા મળી રહી છે. વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષથી ચૂંટણી લડવા આજે ફોર્મ ભરી દીધું છે. ત્યારે હવે ધાનેરામાં પણ ભાજપમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ધાનેરામાં ગત ટર્મમાં ચૂંટણી લડેલા ભાજપના નેતા અને રબારી સમાજના આગેવાન માવજી દેસાઈએ ટિકિટ ન મળતા વિરોધના સૂર ઉઠાવ્યા છે અને આજે અપક્ષમાંથી ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરી દીધું.

પાર્ટીના જ નેતાએ ટિકિટ કપાવી હોવાનો માવજી દેસાઈનો આક્ષેપ
અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા પહેલા માવજી દેસાઈ એક સભા યોજી હતી. જેમાં તેમણે ભાજપના જ નેતા પર નામ લીધા વગર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇતર સમાજમાં કોઈ કાઢું કાઢે તો એક વ્યક્તિને ગમતું નથી. 10 વર્ષ સુધી અમે ભાજપમાં રહીને સેવા કરી હોય ત્યારે અમને ટીકીટ મળે તેવું લાગતા એક વ્યક્તિએ ટીકીટ કપાવવાનું કામ કર્યું છે. મેં ગત ચૂંટણીમાં ડીસા ટીકીટ માંગી હતી પણ છેલ્લો ઘડીએ મને ધાનેરા ટીકીટ આપી. આ વિસ્તારમાં મેં 5 વર્ષ મહેનત કરીને મારી જાત ઘસી નાખી છે. અને હવે ટિકિટ કાપીને જે કામ નથી કરતા એવા હારે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

 

ADVERTISEMENT

ટિકિટ કપાવાની વેદના કહેતા કહેતા ભાવુક થઈ ગયા
પોતાના સંબોધન દરમિયાન ટિકિટ ન મળવાના કારણે પોતાની વેદના કહેતા કહેતા જ માવજી દેસાઈ જાહેર મંચ પર જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાંથી જો ધારાસભ્ય બનશે તો પોતાનો પગાર નહીં લે અને તે આ વિસ્તારના બાળકો પાછળ ખર્ચશે. જે પણ ધારાસભ્ય બનશે તે પોતાનું ગાંધીનગરનું ક્વાર્ટર અહીંના વિધાર્થીઓ માટે ઉપયોગમાં કરશે. જીતીને અહીંના પાણી માટેના પ્રશ્ન માટે અહીંથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજીશું.

ADVERTISEMENT

ધાનેરામાં 2000 વોટથી હાર્યા હતા માવજી દેસાઈ
ખાસ વાત છે કે, વર્ષ 2017માં ભાજપ દ્વારા ધાનેરાથી માવજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જોકે તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે માત્ર 2000 વોટથી હાર્યા હતા. અને તેમને ફરીથી રિપીટ કરવાનું પણ પાર્ટી દ્વારા તે સમયે કહેવાયું હતું. જોકે તેમને રિપીટ ન કરાતા નામ લીધા વગર ઉત્તર ગુજરાતના મોટા દિગ્ગજ નેતા પર આક્ષેપ કરીને તેમના ઈસારે નામ કપાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT