AAPમાં જોડાનારા કેસરીસિંહે 1 જ દિવસમાં ગુલાંટ મારી, ફરી ભાજપમાં જોડાઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખરાખરીનો રાજકીય માહોલ જામ્યો છે. રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા. જોકે 48 કલાકમાં જ તેમણે ફરી ગુલાંટ મારી છે અને ફરી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભાજપને સમર્થન કરતી પોસ્ટ પણ કરી છે.

ગુરુવારે જ AAPમાં જોડાયા હતા કેસરીસિંહ
ખાસ વાત એ છે કે, ગુરુવારે રાત્રે જ AAPમાં જોડાનારા કેસરીસિંહને ગઈકાલે જ પાર્ટીએ મહિપતસિંહની ટિકિટ કાપીને માતરની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે તેમણે ગણતરીના કલાકોમાં જ ફરી ભાજપને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેઓ ભાજપનો ખેસ પહેરેલા દેખાય છે, જ્યારે એક તસવીરમાં દેવુસિંહ ચૌહાણ સાથે ઊભેલા છે.

બીજી તરફ AAP દ્વારા ગઈકાલે મહિપતસિંહની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ તથા નારાજગી જોવા મળી રહી હતી. જોકે AAPએ જે કેસરીસિંહને ટિકિટ આપવા માટે પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હેતાલી શાહ)

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT