અ’વાદમાં પોલીસની કામગીરી મુદ્દે મુખ્યમંત્રીનો માસ્ટર સ્ટ્રોક! કમિશનરને કહ્યું કે..
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે ભાજપની સરકાર બની ગઈ છે. આની સાથે મંત્રી મંડળના શપથગ્રહણ પછી કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે ભાજપની સરકાર બની ગઈ છે. આની સાથે મંત્રી મંડળના શપથગ્રહણ પછી કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન પોલીસની કામગીરીની સમીક્ષા કરવાની સાથે સ્થાનિકોને કોઈ પ્રશ્નો ન ઉભા થાય એના માટે મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચન કર્યું હતું. ચલો આ શુભેચ્છા મુલાકાતમાં કયા મુદ્દે પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા થઈ એના પર નજર કરીએ….
મુખ્યમંત્રીએ સૂચન આપતા કહ્યું કે…
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક સૂચનો કર્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ એમ પણ ટકોર કરી હતી કે આગામી સમયમાં સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિક-મજદૂરોને કોઇ ખોટી મુશ્કેલી ન ઉભી થાય તેની ખાસ કાળવી લેવી જોઈએ. આ માટે સુદ્રઢ વ્યવસ્થાઓ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઊભી કરવાનું પ્રેરક સૂચન પણ મુખ્યમંત્રીએ કર્યું છે.
ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે પહોંચ્યા..
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અમદાવાદમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે મુખ્યમંત્રીએ માર્ગ દર્શન આપ્યું હતું.
ADVERTISEMENT
શતાબ્દી મહોત્સવમાં પોલીસની કામગીરી વિશે જણાવ્યું..
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં અત્યારે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં કરાઈ રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. આની સાથે તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પડેસ્ક સહિતની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT
ADVERTISEMENT