નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી ફરી એકવાર ગાંડીતુર, વડોદરા,ભરૂચ સહિત અનેક હાઇએલર્ટ
Narmada News : મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં સતત વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીની આવક વધવાને…
ADVERTISEMENT
Narmada News : મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં સતત વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીની આવક વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. 2લાખ61 હજાર ક્યુસેક પાણીની આવક પણ નોંધાઇ છે. નર્મદા ડેમની જળ સપાટી હાલ તો 137.96 મીટર પર પહોંચી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીની આવકના પગલે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે ડેમમાંથી 2.60 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. સરદાર સરોવર ડેમમાં હાલ RBPH Dvs CHPH ના પાવર હાઉસ પણ ચાલુ કરવામાં આવ્યા છે.
અગાઉ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું
અગાઉ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી ગાંડીતુર બની છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના નિચાણવાળા વિસ્તારોને ફરી એકવાર એલર્ટ કરવામાં આવ્યા હતા. સરકારની પાણી છોડવાની પદ્ધતી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તે મુદ્દે વિપક્ષના પ્રહારો અને સરકાર દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT