મનોજ સોરઠિયાએ કહ્યું- સડકથી લઈને વિધાનસભા સુધી જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું, ભાજપ પર કર્યા પ્રહાર
સુરતઃ આમ આદમી પાર્ટીની સભામાં ગુજરાતના સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાજર રહ્યા હતા. મનોજ સોરઠિયાએ આ સભામાં કહ્યું કે આટલી વિશાળ ઉદ્યોગપતિઓની સભા…
ADVERTISEMENT
સુરતઃ આમ આદમી પાર્ટીની સભામાં ગુજરાતના સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાજર રહ્યા હતા. મનોજ સોરઠિયાએ આ સભામાં કહ્યું કે આટલી વિશાળ ઉદ્યોગપતિઓની સભા અત્યારસુધી અહીં સુરતમાં પહેલીવાર યોજાઈ હશે. સુરતમાં વાજતે ગાજતે આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલશે. તેમણે વધુમાં કહ્યું કે સુરતના વેપારીઓ ઘર પરિવાર ચલાવવા માટે દિવસ-રાત એક કરીને કામ કરે છે, તો બીજી બાજુ સરકારે હંમેશા તેમને છેતરવાનું કામ કર્યું છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સારો સપોર્ટ મળ્યો છે.
પરિવર્તન વિશે કહ્યું…
ગુજરાતમાં અત્યારે સ્થિતિ જોતા પરિવર્તન આવી રહ્યું છે. મનોજ સોરઠિયાએ કહ્યું કે સડકથી લઈને વિધાનસભા સુધી જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું.
કુશાસનનો અંત લાવવા AAP જ વિકલ્પ- મનોજ સોરઠિયા
27 વર્ષના કુશાસનનો હવે અંત લાવવા માટે આમ આદમી પાર્ટીનો છેડો પકડવો પડશે. ગુજરાતમાં આગામી રાજનીતિનું ભવિષ્ય જનતાના હાથમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી ચાલતી તાનાશાહી અને લૂંટ તથા વેપારીઓને ડરાવતી પાર્ટીને વળતો જવાબ આપવાનો સમય આવી ગયો છે. કેજરીવાલનું મોડલ ગુજરાતમાં લાવવાનો સમય આવી ગયો છે. આ પાર્ટી અત્યારે એક આંદોલનમાંથી જન્મેલી છે જે દેશ માટે આશા સમાન બની ગઈ છે.
મનોજ સોરઠિયાએ જણાવ્યું કે એક વ્યક્તિએ મને કહ્યું કે આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ ડરી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT