ચૂંટણી પહેલા મનીષ સિસોદિયા પહોંચ્યા સોમનાથ દાદાના ચરણોમાં, આરતી ઉતારી-અભિષેક કર્યો
ગીર સોમનાથઃ બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. કરીને દૂધથી અભિષેક કરી આરતી ઉતારી…
ADVERTISEMENT
ગીર સોમનાથઃ બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. કરીને દૂધથી અભિષેક કરી આરતી ઉતારી હતી. તેમણે ગુજરાત અને દેશની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને સોમનાથના ઉમેદવાર જગમાલ વાળાએ પણ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા.
आज माननीय @msisodia जी के साथ सोमनाथ महादेव के दर्शन कर, गुजरात की सुख, शांति ओर समृद्धि के लिए प्रार्थना की। pic.twitter.com/68plTTa4df
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 19, 2022
મનીષ સિસોદિયા મહાદેવના શરણે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મનીષ સિસોદિયા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે શિવલિંગની પૂજા કરી હતી. સૌથી પહેલા શાસ્ત્રોક્તવિધિ અનુસાર મનીષ સિસોદિયાએ શિવલિંગનો અભિષેક કર્યો હતો. ત્યારપછી પુષ્પ અર્પણ કરીને આરતી ઉતારી હતી. જોકે સોમનાથમાં દર્શનાર્થે તેમની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઇસુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ શ્રી પ્રવીણ રામ અને સોમનાથના ઉમેદવાર જગમાલ વાળા
ADVERTISEMENT
બે દિવસના ગુજરાત પ્રવાસે છે સિસોદીયા
નોંધનીય છે કે મનીષ સિસોદીયા બે દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજા દિવસ છે. આજે સવારે તેમણે સોમનાથ મહેદાવના દર્શન કર્યા હતા. આ બાદ તેઓ વેરાવળમાં આપના કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. બાદમાં સાંજે કોડીનારમાં પદયાત્રા કરવાના છે. બે દિવસ પહેલા જ કથિત લિકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેમને 9 કલાકની પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાદ તેમણે ભાજપ પર કેટલાક આકરા પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
ચૂંટણીને લઈને AAPનો પૂરજોશમાં પ્રચાર
ચૂંટણીને લઈને AAP પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયું છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓ 2 દિવસમાં ભાવનગરથી લઈને મહેસાણા અને ડીસામાં એક બાદ એક જનસભાને સંબોધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT