સિદ્ધપુરમાં 70 કરોડના ખર્ચે બનેલી અને 10 વર્ષથી ખંડર પડેલી હોસ્પિટલ જોઈને મનીષ સિસોદિયા શું બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 6 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. જેના ચોથા દિવસે આજે તેઓ પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર એક રેલી યોજી હતી. રેલી પહેલા તેઓ સિદ્ધપુરની એક એવી હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જે રૂ. 70 કરોડના ખર્ચે 10 વર્ષ પહેલા તૈયાર તો થઈ ગઈ, પરંતુ તે ક્યારેય દર્દીઓ માટે શરૂ જ નથી થઈ શકી. હોસ્પિટલની મુલાકાત લઈને તેમણે ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા હતા.

ખંડર બની ગયેલી હોસ્પિટલની મુલાકાત લીધી
મનીષ સિસોદિયાએ કહ્યું કે, અહીં હોસ્પિટલની બિલ્ડીંગ 10 વર્ષ પહેલા બનાવી, આ પછી કોઈ કામ નથી થયું, ડોક્ટર એપોઈન્ટ કરવા, મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવી, લોકોની સારવાર કરવાનું તો બહું દૂર છે. આ ખૂબ જ શરમની વાત છે કે 10 વર્ષ પહેલા કરોડો રૂપિયા ખર્ચીને આટલી શાનદાર બિલ્ડીંગ બનાવાઈ છે. આ બાદ તેને એમ જ છોડી દેવામાં આવી. એવું લાગે છે કે સરકારનો રસ બિલ્ડીંગ બનાવીને કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવાનો હતો. હોસ્પિટલ બનાવવાનો નહોતો. અહીં શાનદાર હોસ્પિટલ બનાવી શકાઈ હોત. આ બતાવે છે કે ગુજરાત સરકારને હોસ્પિટલ, સ્કૂલ બનાવવામાં રસ જ નથી.

ADVERTISEMENT

રૂ. 60થી 70 કરોડના ખર્ચે બની હોસ્પિટલ
નોંધનીય છે કે, સિદ્ધપુરમાં વર્ષ 2011-2013 વચ્ચે લગભગ રૂ.60થી 70 કરોડના ખર્ચે ગુજરાત સરકારે આયુર્વેદિક હોસ્પિટલ બનાવી હતી. પરંતુ ક્યારેય ચાલુ ન થયેલી આ હોસ્પિટલ આજે ખંડર બની ગઈ છે. હોસ્પિટલની આસપાસ જંગલ બની ગયું છે. હોસ્પિટલની બાલ્કનીની રેલિંગ, દરવાજા જેવા લાખો રૂપિયાના સામાન ચોરાઈ ગયા પરંતુ સરકારના આયુષ વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલને જોવા પણ નથી આવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT