પાટીલની ચેલેન્જ પૂરી કરવા આવતીકાલે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન આજે મનીષ સિસોદિયાની 9 કલાલ પૂછપરછ કરવામાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન આજે મનીષ સિસોદિયાની 9 કલાલ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે પૂછપરછ બાદ તેમણે કહ્યું કે, AAP છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે વિવાદ વચ્ચે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવશે.
ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે હતા ત્યારે હવે આવતીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલે આ મામલે ટ્વિટ કરી અને માહિતી આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ સપ્તાહમાં જાહેર થઈ શકે છે ત્યારે મનીષ સિસોદિયા આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવશે અને ભાવનગરની શાળાની મુલાકાત લઈ શકે છે.
જાણો શું કહ્યું કેજરીવાલે
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું કે, કાલે સવારે મનીષ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જઈ રહ્યા છે.
कल सुबह मनीष चुनाव प्रचार के लिए गुजरात जा रहे हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2022
ADVERTISEMENT
ઇસુદાન ગઢવીએ મનીષ સિસોદિયાને આવકારતા ટ્વિટ કરી કહ્યું કે, સ્વાગત છે! મનીષજી ! ગુજરાતના એક કરોડ બાળકો AAPની રાહ જોઈ રહ્યા છે!
ADVERTISEMENT
Welcome ! मनीष जी ! गुजरात के एक करोड़ बच्चे ‘आप’ का इंतज़ार कर रहे है ! https://t.co/Txj3IFHhIX
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 17, 2022
પાટીલે ચેલેન્જ આપી હતી
ગુજરાતમાં એક જાહેર સભામાં સી આર પાટીલે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે તો અહી આવી શિક્ષણનું સ્તર જોવે અને તેમણે પોતાની ખામીઓ દેખાઈ જશે. ત્યારે આ મામલે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ સી આર પાટીલની ચેલેન્જ સ્વીકારી છે.
ચેલેન્જ સ્વીકારતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ જી એ માત્ર 5 વર્ષમાં દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવીને બતાવી દીધી છે. ગુજરાતની જનતા હવે શાળા સરખી કરવા માટે 15000 વર્ષ રાહ જોશે નહીં. પાટીલ જીનું આમંત્રણ સ્વીકરીએ છીએ. અમે તેમની શાળા જોવા ચોક્કસ આવીશું. સૌથી પહેલા તમારા શિક્ષણ મંત્રીના મતવિસ્તારની શાળા જોવા જઈશુ.
ADVERTISEMENT