મનીષ સિસોદિયાએ કહ્યું કે જેલ, CBI, ED મને રોકવા સક્ષમ નથી? ભગતસિંહના અંશ હોવા વિશે આપ્યું મોટુ નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેમણે એરપોર્ટ પર ભાજપ સામે નિશાન સાધ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દર 4 કિલોમીટરે 8 શહેરોમાં આધુનિક સુવિધાથી સજ્જ સરકારી શાળા બનાવવાની વાત કરી હતી. આની સાથે તેમને કેજરીવાલે ભગતસિંહ સાથે સરખાવ્યા હતા. એ અંગે નિવેદન આપતા કહ્યું કે સરદાર પટેલ, ભગતસિંહ અને ગાંધીજી સામે તો હું ધૂળ સમાન જ છું. આની સાથે તેમણે એજ્યુકેશન પોલિસી અંગે નવી દિશામાં આગળ વધવા સૂચવ્યું હતું.

ભગતસિંહ વિશે નિવેદનમાં જણાવ્યું…
મનીષ સિસોદિયાએ કહ્યું કે ભગતસિંહ, ગાંધીજી અને સરદાર પટેલ મહાન હતા. તેમણે જે દેશ માટે સમર્પણ અને યોગદાન આપ્યું છે એની તુલનામાં હું તો ધૂળ સમાન જ છું. તેવામાં વળી મારામાં જો 1 અંશ પણ ભગતસિંહનો હોય તો જેલ, CBI, EDથી મને રોકવા માટે સક્ષમ નથી. જેવી રીતે ભગતસિંહને દેશની આઝાદી માટે લડવાની મજા આવતી હતી તેવી જ રીતે મને દેશના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનીતિ ઘડવામાં મજા આવે છે. અમે બાળકોને સારુ શિક્ષણ આપી પગભર કરવા માગીએ છીએ.

વધુમાં સિસોદિયાએ જણાવ્યું કે જેવી રીતે ભગતસિંહે એમનું જીવન દેશ માટે સમર્પિત કર્યું. એવી જ રીતે હું શિક્ષણક્ષેત્રે મારુ જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું.

મનીષ સિસોદિયાએ એરપોર્ટ પર પહોંચી કર્યા ભાજપ પર પ્રહારો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેને લઈને મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના લોકોને અત્યારે આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિ પસંદ આવી ગઈ છે. તેવામાં દિલ્હીમાં જેમ દરેક બાળક માટે સારી શાળાઓ છે તેવી જ ગુજરાતમાં બનશે એવો વિશ્વાસ પણ જનતાને મળી ગયો છે. ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવીને રોકવા માગે છે.

કેજરીવાલે ભગતસિંહની સરખામણી કરી, કહ્યું- ગુજરાત અભિયાન અટકશે નહીં
કેજરીવાલે રવિવારે સિસોદિયાની તુલના ભગત સિંહ સાથે કરી હતી. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે, જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી શકી નથી. આઝાદીની આ બીજી લડાઈ છે. કોંગ્રેસે તેને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT