મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા પ્રહાર કહ્યું, હું શાળા જોવા આવ્યો અને તે લોકો ગાયબ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આફએ હવે ગણતરીના દિવસો જ બાકી છે  ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે.   દિલ્હીના શિક્ષણ મંત્રીએ ભાજપ  પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં 27 વર્ષમાં તેમણે શાળાઓની હાલત કફોડી કરી નાખી છે. હું શાળા જોવા આવ્યો અને તે લોકો ગાયબ છે

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે હું આજે સવારે સોમનાથમાં મહાદેવજીના દર્શન કરવા જઈ શક્યો. સોમનાથ મંદિરમાં મને દિવ્ય દર્શન કરવાનો અવસર મળ્યો અને મને તે ખૂબ સારું લાગ્યું. સમગ્ર ગુજરાતમાં આ વખતે પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દરેક જગ્યાએ એવી વાત થઈ રહી છે કે આ વખતે પરિવર્તન જોઇશે. ગુજરાતના ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે કે, 27 વર્ષ થઈ ગયા કે ન તો કોઇ શાળાનું કામ થયું કે ન તો હોસ્પિટલનું કામ થયું. ધીમે ધીમે શાળાઓ બગડતી ગઈ, હોસ્પિટલો બગડતી ગઈ, નોકરીઓની સ્થિતિ બગડતી ગઈ, નાના-નાના વેપારીઓ બધા દુઃખી થયા ગયા, વીજળી મોંઘી થતી રહી.

લોકો કહે છે કે પરિવર્તન લાવીશું
અમદાવાદની એક રેસ્ટોરન્ટમાં હું એક વ્યક્તિને મળ્યો, તે કહી રહ્યો હતો કે, હું પરિવર્તન તો છેલ્લા 10 વર્ષથી લાવવા માંગુ છું પરંતુ મને કોંગ્રેસ પસંદ નથી તેથી મેં ક્યારેય ભાજપને બદલી નથી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તેથી અમે કેજરીવાલ  અને આમ આદમી પાર્ટીને વોટ આપીશું. જ્યારે અમે રાત્રે સોમનાથ જવા માટે ટ્રેનમાં બેઠા હતા. ત્યારે અમારી બાજુની સીટ પર વડોદરાનો એક છોકરો હતો, તે સોફ્ટવેર એન્જિનિયર હતો. તેમણે કહ્યું કે, આ વખતે વડોદરાના યુવાનોમાં હું જોઈ રહ્યો છું કે પરિવર્તનની લહેર છે. આ વખતે પરિવર્તન લાવવાનું છે. જ્યારે મેં યુવકને પૂછ્યું કે તમારે શું બદલવું છે? તો તેમણે કહ્યું કે, આ લોકોને ઘણો અહંકાર આવી ગયો છે. આ લોકો કામ નથી કરતા, ગુંડાગીરી કરે છે. તેમને આ અહંકાર આવી ગયો છે કે, અમને કોઈ કાઢી શકશે નહીં. તેથી આ વખતે અમે તેમને કાઢીશું, અમે પરિવર્તન લઈને આવીશું.

ADVERTISEMENT

વડાપ્રધાન પર કર્યા પ્રહાર
થોડા સમય પહેલા માનનીય વડાપ્રધાન ગાંધીનગરની એક શાળાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. તેમાં તેમણે બાળકો સાથે એવો ફોટો પડાવ્યો જેવો ફોટો 7 વર્ષથી હું અને અરવિંદ કેજરીવાલ શાળાએ જઈએ છીએ તો ત્યાં શિક્ષકો અને બાળકો સાથે વાત કરીને ફોટો પડાવીએ છીએ. અમને આ જોઈને સારું લાગ્યું કે દેશના વડાપ્રધાન આજે સરકારી શાળામાં બેસીને બાળકો સાથે ફોટા પડાવી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે જો આ કામ 27 વર્ષ પહેલા કરી લીધું હોત તો દરેક શહેરમાં દરેક બાળકને શાનદાર શાળા મળી ગઈ હોત. આજે જ્યારે ગુજરાતની જનતા ચૂંટણીમાં પરિવર્તન લાવી રહી છે ત્યારે તમે બાળકો સાથે જઈને બેસી રહ્યા છો. જો 7 વર્ષમાં દિલ્હીમાં જનતા માટે તમામ કામ થઈ શક્યા હોય તો 27 વર્ષમાં ગુજરાતમાં પણ ઘણું બધું થઈ શક્યું હોત.

ગુજરાતની શાળાની હાલત ખરાબ
ગુજરાતમાં 27 વર્ષમાં તેમણે શાળાઓની હાલત કફોડી કરી નાખી છે. ગુજરાતમાં 44 લાખ બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે અને 56 લાખ બાળકો સરકારી શાળાઓમાં ભણે છે. જો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે તો તેમનાં માતા-પિતા દુઃખી છે કારણ કે પ્રાઇવેટ શાળાઓએ તેમને લૂંટી લીધા છે. અને સરકારી શાળામાં ભણતા બાળકોના વાલીઓ એટલા માટે દુઃખી છે કારણ કે તેઓ ત્યાં ભણીને તેમનું કોઈ ભવિષ્ય બનતું નથી. ગુજરાતમાં 48,000 સરકારી શાળાઓ છે. આજે વડાપ્રધાન મિશન એક્સિલન્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા. મને એવું લાગી રહ્યું છે કે 27 વર્ષમાં પહેલીવાર આવી સારી શાળાનું ઉદઘાટન થઈ રહ્યું છે. અમે ગુજરાતની તમામ સરકારી શાળાઓની મુલાકાત લીધી છે, અમે જોયું છે કે કોઈ જગ્યાથી છત લીક થઈ રહી છે, ક્યાં કેવી વ્યવસ્થા છે. 48,000 શાળાઓમાંથી 32,000 શાળાઓની હાલત ખરાબ છે. આ 32 હજારમાંથી 18 હજાર શાળાઓ એવી છે કે જેમાં ઓરડા નથી, શિક્ષકો નથી.

ADVERTISEMENT

શાળા મુલાકાત અંગે જણાવતા કહ્યું કે,  મેં ભાજપનાં નેતાને કહ્યું, મને જણાવો, હું શાળા જોવા આવી જઈશ. ગુજરાતના શિક્ષણમંત્રીની વિધાનસભાથી શરૂઆત કરીશું, તો તેઓ ભાગી ગયા. મેં કહ્યું, તમે ગુજરાતના શિક્ષણમંત્રીની શાળાઓ બતાવો, હું તમને દિલ્હીના શિક્ષણમંત્રીની શાળાઓ બતાવીશ. તમે જ્યાં કહેશો ત્યાં બતાવીશ, પરંતુ તે ત્યારથી ગાયબ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT