પોલીસ કર્મીના ખેતરમાં દારૂ છૂપાવી હેરાફેરીનો પર્દાફાશ, 2 અધિકારી સસ્પેન્ડ
અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધી જાણે ચોપડે જ લખાયેલી હોય એમ લાગી રહ્યું છે. તેવામાં પોલીસ પણ જાણે બુટલેગરોની છાવરી લેતી હોય એવું સામે આવ્યું છે. ખાખી…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધી જાણે ચોપડે જ લખાયેલી હોય એમ લાગી રહ્યું છે. તેવામાં પોલીસ પણ જાણે બુટલેગરોની છાવરી લેતી હોય એવું સામે આવ્યું છે. ખાખી વર્દીને લજવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાં તલોદના રણાસણ નજીક કોન્સ્ટેબલ જ દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે હવે વધુ માહિતી પ્રમાણે 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અગાઉ હવે દારૂબંધી સામે કડક પગલા ભરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની હેરાફેરીમાં હતો
મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલો જ દારૂ ખરીદીને બુટલેગરોને તેની ખેપ પહોંચાડતા હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલના ખેતરમાં દારૂ છુપાડીને બુટલેગર સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
પોલીસ કર્મી સામે કડક પગલાં ભરાયા
દારૂની હેરાફેરી કરી રહેલા 2 પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લા પોલીસના વડાએ બંને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું. એસઓજીએ બાતમીના આધારે રણાસણ પાસેથી સ્કોર્પિઓ ગાડી રોકી દીધી હતી. તેની તપાસ કરતા દારૂનો જથ્થો પકડાઈ ગયો હતો.
ADVERTISEMENT
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT