માનવ કે અસૂર? 56 વર્ષના પ્રેમીએ 36 વર્ષની પ્રેમીકાની હત્યા કરીને અંગો કૂકરમાં બાફીને કૂતરાને ખવડાવી દીધા
મુંબઈ: મુંબઈમાં શ્રદ્ધા વોલ્કર જેવી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક લિવ ઈન પાર્ટનરે મહિલાની હત્યા કરી નાખી. આરોપીએ કટરથી લાશના નાના નાના…
ADVERTISEMENT
મુંબઈ: મુંબઈમાં શ્રદ્ધા વોલ્કર જેવી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક લિવ ઈન પાર્ટનરે મહિલાની હત્યા કરી નાખી. આરોપીએ કટરથી લાશના નાના નાના ટુકડા કર્યા અને તેને પ્રેશર કૂકરમાં રાખીને ઉકાળ્યા હતા. દુર્ગંધ આવતા પોલીસ ફ્ટે પર પહોંચી હતી અને આરોપી મનોજની ધરપકડ કરી લીધી હતી.
મુંબઈમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસને આરોપી મનોજ સાહનીના ઘરની અંદરથી લોહીથી ભરેલી ડોલ મળી છે, જેમાં મૃતક મહિલા સરસ્વતીના શરીરના કેટલાય ટુકડા પડેલા હતા. હોલમાં ત્રણ ઝાડ કાપવાના મશીન પડેલા હતા અને બેડરૂમમાં ઘણી બધી કાળી પોલીથીન ફેલાયેલી હતી. પોલીસનું કહેવું છે કે ઘરમાં એટલી બધી દુર્ગંધ હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ઘરમાંથી ઘણા એર ફ્રેશનર પણ મળી આવ્યા છે.
મૃતદેહને કાપીને કૂકરમાં ટુકડાને ઉકાળતો હતો
એવું સામે આવ્યું છે કે મનોજ સાહની લિવ-ઇન પાર્ટનર સરસ્વતીના મૃતદેહને ટુકડાઓમાં કાપીને પ્રેશર કૂકરમાં ઉકાળતો હતો. પછી તે આ ટુકડા રખડતા કૂતરાઓને ખવડાવતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આવું એટલા માટે કરતો હતો કારણ કે તેને ઉકાળીને અને કૂતરાઓને ખવડાવવાથી ઘરમાં દુર્ગંધ ન આવે અને સરસ્વતીની હત્યાની કોઈને ખબર ન પડે.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ
પોલીસનું કહેવું છે કે, હત્યા 3-4 દિવસ પહેલા થઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં, મૃતદેહના ટુકડાઓ એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસ પહોંચી
ડીસીપી જયંત બજબલેનું કહેવું છે કે, લિવ ઇન પાર્ટનરની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવતા તેનો ખુલાસો થયો છે. મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી મનોજ બોરીવલી વિસ્તારમાં દુકાન ચલાવે છે. તે કોની દુકાન છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મનોજ વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દિલ્હીમાં પણ આ રીતે શ્રદ્ધાની હત્યા કરાઈ હતી
મુંબઈમાં રહેતી શ્રદ્ધા વાલકર તેના બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા સાથે દિલ્હીમાં મહેરૌલી વિસ્તારમાં ફ્લેટ લઈને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આફતાબ અને શ્રદ્ધા વચ્ચેના સંબંધો બરાબર ચાલી રહ્યા ન હતા. આફતાબે પોલીસને જણાવ્યું હતું કે 18 મેના રોજ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ આફતાબે છરી વડે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આફતાબે આ ટુકડાઓ એક મોટા ફ્રીજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT