ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક યુવકનું મોત, તંત્રના પાપે પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. છાસવારે રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં ફરી એકવાર રખડતા ઢોરના આતંકના કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અંબાજી નજીક વીજ ચેકિંગ કરવા ગયેલ 8 ગાડીઓના કાફલા પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

કાર લઈને જતા સમયે વચ્ચે આંખલો આવ્યો
વિગતો મુજબ, ભાવનગરના એક્સપ્રેસ વેના રસ્તા પર રિયાઝભાઈ કાલાવતર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે આંખલાએ કારને અડફેટે લીધી હતી. જે બાદ કાર ચાલક રિયાઝ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેથી 108 દ્વારા તેને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. જુવાન જોધ દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ADVERTISEMENT

હાલમાં જ વૃદ્ધનું ગાયની અડફેટે મોત થયું હતું
નોંધનીય છે કે, તાજેતરમાં પણ ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વૃદ્ધનું મોત થયું હતું. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ નજીક રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર અગાઉ રેલવે કર્મચારી હતા. દેવેન્દ્રભાઈ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ગોકુળનગરમાં જાણે એક ગાયને હકડવા ઉપડ્યો હોય તેમ રોડ પરથી આવતા જતા લોકોને મારવા દોડી રહી હતી. જે ગાયથી દેવેન્દ્રભાઈ બચી શક્યા નહીં અને ગાયે તેમને અડફેલે લઈ લીધા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ગાયે ભેટું મારતા આસપાસના લોકો પણ તેમને બચાવવા દોડી ગયા હતા. 108 ઈમર્જન્સી વાન મારફતે તેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT