હે રામ! આ શું છે? યુવકે કપાળ પર કરાવ્યું QR Code ટેટૂ, સ્કેન કરતા જ ખુલી જશે 'સોશિયલ કુંડળી'

ADVERTISEMENT

ફેસમ થવા યુવકે કપાળ પર કરાવ્યું QR Code ટેટૂ
Instagram Viral Video
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સોશિયલ મીડિયા પર એક વીડિયો થયો વાયરલ

point

યુવકે કપાળ પર કરાવ્યું QR Code ટેટૂ

point

તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો હતો કોડ

Instagram Viral Video: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર છે. કેટલાક  તો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લોકોને જોડવા માટે આ શખ્સે કપાળ પર જ QR કોડનું ટેટૂ બનાવ્યું છે. 

કપાળ પર બનાવ્યું ટેટૂ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ પોતાના કપાળ પર ટેટૂ કરાવી રહ્યો છે. ટેટૂ બનાવ્યા બાદ ખબર પડી કે તે QR કોડ હતો. જ્યારે QR કોડ સ્કેન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો કોડ હતો.

વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 

કપાળ પર QR કોડને સ્કેન કર્યા પછી તમે સીધા તે વ્યક્તિના Instagram પર જઈ શકો છો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને તેના પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કેટલાક લોકોને ગાંડપણ કહી રહ્યા છે તો કેટલાક લોકો તેને ફેમસ થવાનું જુનુન કહી રહ્યા છે. 

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UNILAD (@unilad)

લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

એક યુઝરે લખ્યું કે હું તો રાહ જોઈ રહ્યો છું કે ક્યારે આનું એકાઉન્ટ બેન થાય. તો અન્ય એક યુઝરે લખ્યું કે, આ પ્રકારના ફાલતુ વીડિયો હવે બેકાર લાગવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું કે જો ખોટો ક્યુઆર કોડ બની ગયો હોત તો આના માથું જ ખરાબ થઈ જાત.  અત્રે ઉલ્લેખનીય છે કે વીડિયોને @UNILAD નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.  

    follow whatsapp

    ADVERTISEMENT