VIDEO: Suratમાં આગ સાથે રમત યુવકને ભારે પડી, 2 સેકન્ડમાં આખો ચહેરો આગની જ્વાળામાં ઘેરાઈ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગણપતિ આગમન સમયે આગ સાથે સ્ટંટ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીંના પર્વત પાટીયા પાસે ગણપતિ આગમન સમયે મોઢામાં જ્વલનશીલ પદાર્થથી સ્ટંટ કરતા સમયે યુવકના શરીર પર લાગી લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં યુવકનો જીવ જતા જતા રહી ગયો.

ગણપતિ આગમન સમયે આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો યુવક
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં આજે ગણપતિ આગમનમાં એક યુવકે આગ સાથે સ્ટંટ કર્યો હતો. યુવકે મોઢામાં જ્વલનશીપ પ્રવાહી ભરીને ફૂવારો મારતા સમયે તેના ચહેરા પર તથા શરીર પર આગ ફેલાઈ ગઈ હતી. આ જોઈને આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે. જોકે યુવકે સમય સૂચકતા દાખવતા તેનો જીવ જતા જતા બચી ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે.

ADVERTISEMENT

ટી-શર્ટની મદદથી આગ બુજાવતા જીવ જતા બચ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક મોઢામાંથી પ્રવાહીનો ફૂવારો કરીને આગ સાથે સ્ટંટ કરી રહ્યો છે. પરંતુ અચાનક આ પ્રવાહીથી તેના જ મોઢામાં આગ લાગી જાય છે. આ બાદ તેણે પોતાના ટી-શર્ટથી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનામાં સ્ટંટ કરનાર યુવકને દાઝી જવાના કારણે સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ આ ઘટના જીવલેણ પણ સાબિત થઈ શકી હોત. એવામાં લોકોએ તહેવારના સમયમાં ખાસ સાવધાની રાખવી જોઈએ.

(વિથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT