'હવે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી', CM બેનર્જીએ સગાભાઈ સાથે તોડ્યા સંબંધો

ADVERTISEMENT

Mamata Banerjee Bubun Banerjee
મુખ્યમંત્રીએ કેમ સગાભાઈ સાથે તોડ્યા સંબંધો?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

CM મમતા બેનર્જીએ સગાભાઈ સાથે તોડ્યા સંબંધો

point

બાબુન બેનર્જી સાથે તોડી નાખ્યા સંબંધો

point

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે બાબુન બેનર્જી!

Mamata Banerjee Bubun Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ તેમના ભાઈ બાબુન બેનર્જી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેમના ભાઈએ હાવડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો. કહેવાય છે કે હવે બાબુન બેનર્જી હાવડાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

'હું તેની સાથે તોડું છું સંબંધો'

મમતા બેનર્જીએ બાબુન બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે, 'હવે તે મારો ભાઈ નથી. આજથી હું તેની સાથેના તમામ સંબંધો તોડી નાખું છું. તે ભૂલી ગયો છે કે પિતાના નિધન બાદ તેનો ઉછેર કેવી રીતે થયો હતો. જ્યારે તે અઢી વર્ષનો હતો. હું 35 રૂપિયા કમાતી હતી અને તેનું પાલન પોષણ કરતી હતી.'

ભાજપે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે હવે તેમની સરકાર કે પાર્ટી પર તેમનું કોઈ નિયંત્રણ નથી રહ્યું. હવે તેમના ભાઈએ ટીએમસી સામે બળવો કર્યો છે. તેમણે ટીએમસી ઉમેદવાર પ્રસૂન બેનર્જીના નામ પર અસહમતિ વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને બીજા કરતા પ્રાધાન્ય આપ્યું તેનું આ પરિણામ છે.

ADVERTISEMENT

TMCએ 7 સાંસદોની ટિકિટ કાપી

તમને જણાવી દઈએ કે ટીએમસીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 16 વર્તમાન સાંસદો પર ફરીથી વિશ્વાસ કરવામાં આવ્યો છે, જ્યારે નુસરત જહાં અને મીમી ચક્રવર્તી સહિત સાત સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. ગત વખતે ટીએમસીએ બંગાળમાં 42માંથી 23 બેઠકો જીતી હતી. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે બરહામપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT