31 પૈસાનું દેવું હોવાથી SBIએ NOC ન આપી, ગુજરાતના ખેડૂતનો કિસ્સો સંસદમાં ગૂંજ્યો
નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે અદાણી પ્રકરણ વિશે વાત કરતા ગુજરાતના એક ખૂડેતના…
ADVERTISEMENT
નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે અદાણી પ્રકરણ વિશે વાત કરતા ગુજરાતના એક ખૂડેતના કેસનો ઉલ્લેખ કર્યો હતો. જેને માત્ર 31 પૈસાનું દેવું બાકી હોવાથી SBI બેંકે NOC નહોતી આપી. જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે ખડગેએ કહ્યું કે, બધા ધન કુબેરોના હજારો કરોડ માફ કરી દીધા અને ખેડૂતના 31 પૈસા વસૂલવા માટે SBI અડગ રહ્યું.
શું હતો મામલો?
રાકેશ વર્મા અને મનોજ વર્માએ સંભાજી પશાભાઈ પાસેથી અમદાવાદની હદમાં ખોરજ ગામમાં એક જમીન ખરીદી હતી. પશાભાઈના પરિવારે SBI પાસેથી પાક લોન લીધી હતી. જે લોન ભરપાઈ થતા પહેલા જ તેમણે જમીન વેચી દીધી. જેના લીધે બાકી રકમને લઈને બેંકે જમીન પર ચાર્જ લગાવ્યો એટલે નવા માલિકોના નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરી શકાયા નહીં. જેથી સમગ્ર મામલો 29 હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
હાઈકોર્ટે બેંકની ઝાટકણી કાઢી હતી
હાઈકોર્ટમાં બેંક તરફથી કહેવાયું કે, પાક લોનની રકમ ચૂકવ્યા બાદ ખેડૂત પર 31 પૈસાનું દેવું બાકી હતું. જેના પર જસ્ટિસ ભાર્ગવ કરિયાએ કહ્યું હતું કે, આટલી સામાન્ય રકમ માટે NOC ન આપવું એ એક પ્રકારની હેરાનગતિ છે. 31 પૈસા બાકી છે? શું તમે જાણો છો કે 50 પૈસાથી ઓછી રકમ ધ્યાને ન લઈને આવા મામલામાં NOC આપી દેવી જોઈએ. કારણ કે ખેડૂતો પહેલાથી જ દેવું ચુકવી દીધું છે.
મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં ગુજરાતના કુપોષણનો મુદ્દો ઉઠાવ્યો
વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં આજે આ મુદ્દો ઉછાળ્યો હતો. આ સાથે જ તેમણે સંસદમાં ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ બાળમૃત્યુ દર અને કુપોષણનું પ્રમાણ સૌથી વધુ છે. ગુજરાતમાં બાળમૃત્યુ 31 ટકા છે અને પેદા થનારા 25 ટકા બાળકો કુપોષિત હોય છે. કુપોષણ મામલે ગુજરાત 30 રાજ્યોની યાદીમાં 29માં ક્રમે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT