માલધારી સમાજ ફરી સરકાર સામે લાલધૂમ, ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મામલે માલધારીઓ અને ભાજપ સરકાર સામ સામે આવી ગયા હતા. માલધારીઓના વિરોધ પ્રદર્શન બાદ સરકારે આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મામલે માલધારીઓ અને ભાજપ સરકાર સામ સામે આવી ગયા હતા. માલધારીઓના વિરોધ પ્રદર્શન બાદ સરકારે આ વિધેયક પરત તો ખેંચી લીધું, પરંતુ હજુ પણ માલધારી સમાજ ભાજપની સરકારથી નારાજ છે. રાજ્યમાં 50 લાખની વસ્તી ધરાવતા માલધારી સમાજે આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ વીડિયો જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે.
માલધારી સમાજે ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારી
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું કે, ‘અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જેથી આવનારા સમયમાં કોઈપક્ષ માલધારી સમાજને છેતરી ન જાય. છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજના લોકોના સૂચનો લેવામાં આવ્યા, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજ
નોંધનીય છે કે, માલધારી સમાજના પડતર પ્રશ્નોને લઈને સરકાર દ્વારા સમાજના સંતો-મહંતો, સમાજિક તથા રાજકીય આગેવાનો સહિત અનેક લોકો દ્વારા ચર્ચા વિચારણા અને મીટિંગો કરવામાં આવી ચૂકી છે. તેમ છતાં હજુ સુધી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું હોવાથી તેઓ નારાજ છે. બીજી તરફ રખડતા ઢોર નિયંત્રણ અધિનિયમ હેઠળ છેલ્લા દોઢ વર્ષમાં ઘણા માલધારીઓ પર કેસ કરવામાં આવ્યા છે, જેને લઈને પણ માલધારી સમાજ નારાજ છે. તેમનો આક્ષેપ છે કે, ગાયોને ચરાવવા ગૌચરો ઉદ્યોગપતિઓને પધરાવી દીધી, એવામાં શહેરી વિસ્તારમાં માલધારી વસાહતો બનાવવાની તેમણે માગણી કરી છે.
ADVERTISEMENT