ભાવનગરમાં સુમીટોમો કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, પ્લાન્ટમાં હાજર અનેક મજૂરો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગર શહેરના રૂવાપરી નજીક આવેલ એક્સલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. વર્ષો જૂની એક્સલ કંપનીમાં બી.ડી.પ્લાન્ટ એરિયામાં બ્લાસ્ટ થયો છે. એક્સલ કંપનીમાં બી.ડી.પ્લાન્ટમાં ટ્રાયઝો ફોસફાઈ અતિ જ્વલનશીલ કેમિકલ બનાવવામાં આવે છે. બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં અફરાતફરી નો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટ થયો એ સમયે કંપનીમાં 100 થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે.

કેમિકલ બનાવતા પ્લાન્ટમાં બ્લાસ્ટ
ભાવનગર શહેરના જુનાબંદર રોડ ઉપર આવેલી જૂની એક્સેલ કંપની એટલે સુમિટોમો પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટની ઘટના ઘટી હતી. બ્લાસ્ટ થવાને કારણે દસથી વધારે લોકો ઇજાગ્રસ્ત હતા. ઇજાગ્રસ્તોને કેતન પટેલ ડોકટરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ હોવાને કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર સુધીના વિસ્તારમાં તેનો ધમાકો સંભળાયો હતો. બ્લાસ્ટના અવાજથી આસપાસના લોકો પણ ફફડી ઉઠ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: સુરતમાં આંગણામાં રમતી 2 વર્ષની ભત્રીજી પર કાકાની કારનું ટાયર ફરી વળ્યું, 5 સેકન્ડમાં જ દર્દનાક મોત

ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીના પિતાએ મૂક્યા ગંભીર આક્ષેપ
સુમિટોમો પ્રાઇવેટ લિમિટેડમાં મલ્ટી પ્રોડક્શન પ્લાન્ટમાં થયેલી બ્લાસ્ટથી દસથી વધારે કર્મચારી ભોગ બન્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીના પિતા ઘનશ્યામભાઈ રાવળે કહ્યું કે, હું અહીં કંપનીની બાજુમાં જ રહું છું અને મારો દીકરો તેમાં નોકરી કરી છે. તે જે પ્લાન્ટમાં કામ કરે છે જેમાં જ બ્લાસ્ટ થયો છે. બનાવની જાણ થતા હું દોડીને આવ્યો પણ મને અંદર જવા નહોતા દેતા અને દીકરાને ક્યાં લઈ ગયા તે પણ નહોતા જણાવતા. પછી મને કેતન પટેલની ખાનગી હોસ્પિટલમાં દીકરાને લાવ્યા હોવાની જાણ થઈ એટલે હું અહીં પહોંચ્યો છું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT