વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મેજર અમિતે 21 વર્ષે કરી મુલાકાત, ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલમાં સૈનિકો સાથે તેમની દિવાળી મનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જ કારગિલ પહોંચ્યા હતા. કારગિલ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ  દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં સૈનિક સ્કૂલમાં ભણતા અધિકારીને  21 વર્ષ બાદ ફરી મળ્યા હતા. આર્મી ઓફિસરે 21 વર્ષ પહેલાની તસવીર બતાવી હતી.

નરેન્દ્ર મોદી અને આર્મી ઓફિસર 21 વર્ષ પહેલા ગુજરાતમાં મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આર્મી ઓફિસરો સૈનિક સ્કૂલમાં ભણતા હતા. 21 વર્ષ પછી જ્યારે બંને લોકો મળ્યા, ત્યારે એક ભાવનાત્મક ક્ષણ સામે આવી. આર્મી ઓફિસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે તસવીર પણ બતાવી જ્યારે 21 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સૈનિક સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. આર્મી ઓફિસરે તેમની જૂની તસવીર સાથે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી સાથે ફોટો પડાવ્યો હતો. 21 વર્ષ બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે અને એક સ્કૂલનો વિદ્યાર્થી સેનાના ઓફિસર બન્યા છે

બાલાચડી સૈનિક સ્કૂલમાં થઈ હતી મુલાકાત
મેજર અમિત મોદીને ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલમાં મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તરત જ મોદી ઓક્ટોબરમાં તે શાળામાં ગયા હતા.તસવીરમાં અમિત અને અન્ય વિદ્યાર્થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શિલ્ડ લેતા જોવા મળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT