શું હજુ મહીસાગરમાં ‘ટાઈગર જિંદા હૈ’: ગુજરાતમાં અહીં વાઘ હોવાનો ગામ લોકોએ કર્યો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગરઃ જિલ્લામાં ફરી એક વાર ‘ટાઈગર જિંદા હે’ ના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ખાનપુરના જેઠોલા ગામે બકરાનું મારણ કર્યા બાદ એક બાદ એક વાઘ દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગામની આસપાસના જંગલમાં વાઘ હોવાનું ગામ લોકો દાવો કરી રહ્યા છે અને ગામ લોકોને વાઘ દેખાયો પણ છે. ગત રાત્રીએ ફરી બકરા અને નીલ ગાયની મારણ કરી ઘરની બહાર બાંધવામાં આવેલા બકરાનું પણ મારણ કરાયું હોવાનું અત્યારે ગામના લોકો જણાવી રહ્યા છે.

ગ્રામજનો સતત ચિંતામાં મુકાયા
બીજી બાજુ એક પછી એક પશુઓના મારણને લઇ સ્થાનિક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાત પડે ને જાણે દિવસ જેવો માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ગામ લોકોને વાઘ દેખાયો છે. પરિવાર બાળકો અને પશુઓની ચિંતા ગામ લોકોને છેલ્લા 15 દિવસથી સતાવી રહી છે. ત્યારે ગામ લોકો દ્વારા સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરી છે. વન વિભાગ દ્વારા વાઘની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે અને ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે.

વન વિભાગની બેદરકારી છતી થઈ
જોકે હાલમાં અહીં વાઘ હોવાનું પણ નકારી ન શકાય તે દિશા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જિલ્લાના મુખ્ય વન અધિકારી એન વી ચૌધરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ પણ વાઘ હોવાની ગ્રામજનોએ વાત વહેતી કરી હતી. વાઘની તસવીરો પાડીને પણ વન વિભાગને આપવામાં આવી હતી. પરંતુ વન વિભાગ દ્વારા દીપડો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. એવા સમયમાં લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી વાઘનો મુતદેહ મળી આવ્યો હતો, ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બેદરકારી છતી ન થાય તે હેતુ થી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જતન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

ADVERTISEMENT

મહીસાગર જિલ્લામાં 2 વર્ષ અગાઉ લુણાવાડાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો અને તે સમયે પણ વન વિભાગે પુષ્ટિ પણ કરી ન હતી અને વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે અંતે તે વાઘનું મોત પણ નીપજ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો દ્વારા વાઘ પરિવાર સાથે રહેતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે જંગલમાં નાઈટ વિઝન કેમેરા મૂકી સચોટ તપાસ કરવામાં આવે કેમ કે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT