Mahisagar News: બે વ્યક્તિએ મહિસાગરમાં જંપલાવ્યું, 1ની મળી લાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mahisagar News: મહિસાગર (Mahisagar)માં બે વ્યક્તિઓ દ્વારા નદિમાં કુદકો મારીને મોત વ્હાલું કરાયું હતું. જોકે પોલીસને હજુ સુધી આ મામલે નક્કર જાણકારી મળી નથી કે આ સભ્યોએ અંતિમ પગલું કેમ ભર્યું હતું. ઘટનાની જાણ થતા લોકો અહીં નદિ કાંઠે દોડી આવ્યા હતા. જ્યારે પરિવારને જાણકારી મળી તો પરિવાર માટે આ ઘટના અત્યંત આઘાતજનક હતી.

પોલીસે સ્થાનિક તરવૈયાઓ એને ફાયર બ્રિગેડની લીધી મદદ

મહિસાગર નદીના પુલ પરથી નદીમાં કુદકો લગાવીને જીવનનો અંત આણ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે પુલ ઉપરથી આવતા જતા લોકોના ટોળા એક્ઠા થઈ ગયા હતા અને તેના કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ખાનપુર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી હતી. જેમાં બે વ્યક્તિ પૈકી એક યુવાનની લાશ મળી આવી છે. અન્ય એક યુવતી હોવની આશંકા છે. આ બંને એક જ પરિવારના છે કે પછી કોઈ પ્રેમી પંખીડા છે તે અંગેની તપાસ ચાલી રહી છે.

મહિસાગર નદીના દેમડા બ્રિજ પરથી બે વ્યક્તિએ આપઘાત કરવા નદીમાં છલાંગ લગાવી હતી. આ વ્યક્તિઓ અરવલ્લીના મેઘરજ તાલુકાના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં 28 વર્ષ પહેલા ગેરકાયદેસર આવેલા 50થી વધુ પાકિસ્તાનીઓ કેમ દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર?

સાથે જ આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના લાશકરો પણ દોડી આવ્યા હતા. તેમણે તુરંત કામગીરી શરૂ કરી દીધી હોતી. જોકે આ પરિવારના સભ્યોએ આપઘાતનું પગલું કેમ ભર્યું તે અંગે રહસ્ય અકબંધ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT