JDU સાથે ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં વિવાદ, મહેશ વસાવાએ ગઠબંધન પર આપ્યું ચોંકાવનારું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય માહોલ જમવા લાગ્યો છે. ગુજરાતમાં નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવતા ત્રિ-પાંખિયો જંગ જમવા લાગ્યો હતો. ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે BTP અને JDU વચ્ચે વિધાનસભાની ચૂંટણીને લઈને ગઠબંધન થયું છે. આ અંગે છોટુ વસાવાએ જ જાણકારી આપી હતી. ત્યારે હવે મહેશ વસાવાએ ગઠબંધન અંગે જ ઈનકાર કર્યો છે.

મહેશ વસાવાએ JDU સાથેના ગઠબંધન પર શું કહ્યું?
Gujarat Tak સાથેની ટેલિફોનિક વાતચીતમાં મહેશ વસાવાએ JDU અને BTP વચ્ચે ગઠબંધનની વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હજુ ગઠબંધન થયું નથી. બીજી તરફ ગઈકાલે જ છોટુ વસાવાએ જાહેરાત કરી દીધી હતી કે, જેડીયુના મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. જનતાદળ અમારા જુના સાથી છે.અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશુ. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.

પિતા-પુત્રમાં ચૂંટણી પહેલા તિરાડ
જોકે આજે મહેશ વસાવાના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કારણ કે ચૂંટણી પહેલા જ પિતા-પુત્રની જોડીમાં તિરાડ પડતી દેખાઈ રહી છે. છોટુ વસાવા બીટીપીના મુખ્ય સંયોજક છે, જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાએ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એક બાજુ પિતા ગઠબંધનની વાત કરી રહ્યા છે, બીજી બાજુ પુત્ર આ વાતને નકારી રહ્યા છે. એવામાં સંકેત મળી રહ્યા છે કે પિતા-પુત્રમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, અથવા તો મહેશ વસાવા આ ગઠબંધનના સમર્થનમાં નથી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)

    follow whatsapp

    ADVERTISEMENT