AAPમાંથી રાજીનામું આપનારા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે કઈ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને સુરતના જાણીતા હિરા વેપારી તથા સમાજ સેવી મહેશ સવાણી ફરી રાજકીય કાર્યક્રમમાં દેખાતા રાજકારણ ગરમાયું છે. સુરતના કતારગામમાં મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને ઉમેદવાર વિનુ મોરડિયાના પ્રચારમાં નીકળ્યા હતા. આ અંગે તેમણે મીડિયાને કહ્યું હતું કે, AAP છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથે આપવો જોઈએ એટલે આવ્યો છું.

સુરતમાં ગોપાલ ઈટાલિયાની સામે મહેશ સવાણીનો પ્રચાર
ઉલ્લેખનીય છે કે, કતારગામમાં ભાજપે વિનુ મોરડિયાને ટિકિટ આપી છે. અહીંથી આમ આદમી પાર્ટીએ પણ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. એટલે કે હવે મહેશ સવાણી પોતાના જ પૂર્વ રાજકીય સાથી સામે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ સવાણીએ વરાછાની બેઠક અંગે કહ્યું હતું કે, ત્રણેય ઉમેદવાર પાટીદાર છે પણ પ્રજાનો સંકલ્પ ફાઈનલ હોય છે. જે પણ રસાકસી થાય કારણ કે ત્રણેય પાટીદાર છે તો કહેવું મુશ્કેલ છે.

અગાઉ બોટાદમાં પણ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો
નોંધનીય છે કે, મહેશ સવાણી તાજેતરમાં જ બોટાદમાં જ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેમણે ભાજપની કેસરી ટોપી અને ખેસ પહેરીને ડોર-ટુ-ડોર બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરોણીનો પ્રચાર કર્યો હતો. અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તેમણે ભાજપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા અને દિલ્હી સરકારના વખાણ કર્યા હતા. જોકે 7 મહિનામાં જ તેમણે અંગત કારણોસર અને નાદુરસ્ત તબિયત હોવાનું કહીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT