મહાત્મા ગાંધીજીની આજે 153મી જન્મ જયંતી, PM મોદી સહિત દિગ્ગજોએ રાજઘાટ પર બાપુને નમન કર્યું
દિલ્હીઃ આજે 2 ઓક્ટોબરે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જ્યારે આ…
ADVERTISEMENT
દિલ્હીઃ આજે 2 ઓક્ટોબરે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જ્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti
(Source: DD) pic.twitter.com/HUZyZKzjJM
— ANI (@ANI) October 2, 2022
પીએમ મોદી સિવાય પણ ઘણા નેતાઓ બાપુના સમાધિ સ્થળ રાજઘાટ પર આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જગદીપ ધનખડે પણ બાપુને નમન કર્યા હતા. વળી રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#WATCH | President Droupadi Murmu pays tribute to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/SNA5mtGidA
— ANI (@ANI) October 2, 2022
સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને યાદ કરી ટ્વીટ કર્યું હતું કે આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અત્યારના સમયના વિવિધ પડકારોને હરાવી શકીએ છીએ. આનાથી એક સારા ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે.
ADVERTISEMENT