જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ રિવૉલ્વરથી મોત કર્યું વ્હાલું, મહિલા સાથેની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ આત્મહત્યા કરી છે. પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારી મોતને વ્હાલું કર્યું છે. મહિલા સાથેની મહંતની ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. જેને પગલે બદનામી થવાની બીકે મહંત આઘાતમાં હતા. ત્યારે તેમણે આત્મહત્યાનો રસ્તો અપનાવતા ચકચાર મચ્યો છે.

ખેતલિયા દાદા આશ્રમમાં મહંતે પોતાની જ ગનથી ગોળી મારીને આપઘાત કર્યો છે.  રાજ ભારતી બાપુનો થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેને પગલે બદનામ થવાનો ડર સતત સતાવી યહ્યો હતો. ત્યારે ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય બિમારી માટે પેલિએટીવ વોર્ડ શરૂ કરાયો, પ્રધાનમંત્રીએ કર્યું હતું સુચન

ADVERTISEMENT

પોતાનીજ રિવૉલવર થી મોત કર્યું વ્હાલું 

 ખેતલિયા દાદા આશ્રમમાં મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને મોતને વ્હાલું કર્યું છે. પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી ધરબી દીધી હતી. ત્યારે  લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રાજભારતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલાની  તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT