મધુશ્રીવાસ્તવનો ધડાકો, કહ્યું- AAPનો સાથ મને મળ્યો, ટિકિટ કાપનારા પર ફરશે બજરંગ બલીની ગદા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાઘોડિયાથી ચર્ચિત બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા પૂર્વ ભાજપના દંબગ નેતા મધુ શ્રીવાસ્તવે મોટો ધડાકો કર્યો છે. ગુજરાત તક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો સાથ મને મળી રહ્યો છે. કરણી સેના, શિવ સેના અને AAPના સાથથી હું આ ચૂંટણી જીતી લઈશ. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…

AAPનો મને સપોર્ટ મળી રહ્યો છે- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મેં કોઈને હેરાન કર્યા નથી. વેપારીઓ અને દુકાનદારોને સતત સપોર્ટ કર્યો છે એટલે બધા મને સપોર્ટ કરે છે. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટી, કરણી સેના અને શિવ સેના છે. અમે બધા ભેગા મળીને આ બેઠક જીતી રહ્યા છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

મારા બજરંગી બલી સાથે જ છે- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મેં ચૂંટણી પરિણામ સહિતનું બધુ બજરંગ બલી પર રાખ્યું છે. મારી ટિકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે. આના કારણે બધાને બોધ પાઠ મળી જશે. મને મારા બજરંગ બલી ભગવાન પર ભરોસો છે.

ADVERTISEMENT

With Input: દિગ્વિજય પાઠક

    follow whatsapp

    ADVERTISEMENT