મધુ શ્રીવાસ્તવની ખુલ્લી ધમકી! મારા કાર્યકરોનો કોઈએ કોલર પકડ્યો તો એ વ્યક્તિને ઘરે જઈને ગોળી મારીશ,
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપે મોટાભાગના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનું વાઘોડિયાથી પત્તુ કપાઈ જતા…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપે મોટાભાગના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનું વાઘોડિયાથી પત્તુ કપાઈ જતા નારાજ થઈ ગયા છે. તેમને મનાવવા માટે સી.આર.પાટીલ પહોંચ્યા હતા છતા તેઓ રાજી ન થયા. એને લઈને હવે દંબગ નેતાએ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે. તથા આની સાથે પોતાના કાર્યકર્તાઓને સંબોધતા એમ પણ કહ્યું છે કે લોકો ભલે ધમકી આપે પરંતુ જેને જે કરવું હોય એ કરે જો કોઈ ખરાબ કરવા આવશે તો એને એના ઘરમાં ઘુસીને હું જોઈ લઈશ.
'કાર્યકરોને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસી ગોળી મારીશ': 'મધુ શ્રીવાસ્તવે દબંગ અંદાજમાં આપ્યું નિવેદન #GujaratElections2022 #electionwithgujarattak #MadhuShrivastav pic.twitter.com/SJurLZe8kb
— Gujarat Tak (@GujaratTak) November 17, 2022
શેર અકેલા હી ચલતા હે, બધાને જોઈ લઈશ- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું છે કે તમે કોઈનાથી ડરતા નહીં. મારા જેવો બાહુબલી હજુ આ વિસ્તારમાં છે. જો કોઈ તમારા કોલર પકડશે એના ઘરે જઈને હું ગોળીઓ ન મારું તો મારુ નામ મધુશ્રીવાસ્તવ નહીં. કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ અને તે કરીશ તો કોઈનાથી ડરવાની જરૂર નથી. હિંદુસ્તાન આઝાદ છે. હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોઉને ત્યારે એક જ વસ્તું કહું છું કે શેર તો અકેલા હી ચલતા હે. એને કોઈની જરૂર નથી.
ADVERTISEMENT
વાઘોડિયાના બધા ગેરકાયદેસર મકાનને કાયદેસર કરીશ- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે કોઈ ચિંતાની જરૂર નથી, લોકો કીધે રાખે કે પેલો જોઈ લેશે અને તે જોઈ લેશે. અરે કઈ વાંધો નહીં જે આવું કરશે એના ઘરમાં જઈને હું જોઈ લઈશ. વાઘોડિયા તાલુકામાં જેટલા પણ ગેરકાયદેસર મકાનો છે તેને કાયદેસર કરવાની જવાબદારી હું લઈશ અને કરાવીશ.
ADVERTISEMENT